સંતોષકારક જવાબ ન મળ્યો તો લાખોનો દંડ થઈ શકે શાહરુખ, અજય, ટાઈગર શ્રોફ પર થઈ શકે છે કાર્યવાહી ૧૦ લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે બોલીવુડ એક્ટર શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને મહારાષ્ટ્ર FDA તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલો પાન મસાલાના સરોગેટ વિજ્ઞાપન સંબંધિત છે. આ મામલે FDA એના ઉચ્ચ અધિકારી તુકારામ મુંઢે એ સ્પષ્ટ કરી દીધું છે કે જાે ત્રણેય અભિનેતા તરફથી મળેલો જવાબ સંતોષકારક નહીં હોય તો તેમના પર કાર્યવાહી પણ થઈ શકે છે આવા મામલામાં ૧૦ લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે.
મહત્વનું છે કે બોલીવુડ એક્ટર શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફ વિમલ ઈલાયચીની એડમાં જાેવા મળે છે. મહારાષ્ટ્ર એફડીએ તરફથી આ મામલે ત્રણેય એક્ટર્સને પણ શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. FDA નું કહેવું છે કે વિમલ ઈલાયચીની એડ પણ આડકતરી રીતે પાન મસાલાની બ્રાન્ડ ને પ્રમોટ કરે છે. જેને લઇને અભિનેતાઓને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.
હવે આ મામલે FDA ના આયુક્ત તુકારામ મૂંઢેએ જણાવ્યું છે કે એક્ટર્સને ફક્ત નોટિસ ફટકારી છે તેવું નથી. જાે નિયમનો ભંગ થયો હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમણે એ વાત સ્વીકારી કે એક્ટર્સને નોટિસ મોકલવામાં મોડું થયું છે પરંતુ કાર્યવાહી થવી જરૂરી છે. તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે જાે એક્ટર્સ તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. આવા મામલામાં ૧૦ લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે.
FDA ના જણાવ્યા અનુસાર વિમલ ઈલાયચીની જે એડ માં ત્રણ એક્ટર્સ જાેવા મળે છે તે વિમલ પાન મસાલા બ્રાન્ડ સાથે જાેડાયેલી છે. એડ જાેતા પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે વિમલ ઈલાયચીની એડમાં આડકતરી રીતે પાન મસાલાની બ્રાંડનો પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના વિજ્ઞાપનો પર રોક લગાવવામાં આવી છે. આ મામલે મહારાષ્ટ્ર FDA ૧૪ ઓગસ્ટે ત્રણ અભિનેતાને નોટિસ ફટકારી અને તેમની ભૂમિકા તેમજ બ્રાન્ડ સાથે કેવી રીતે જાેડાયેલા છે તે જણાવવા કહ્યું હતું.





