તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની ભેટ ૩ મફત એલપીજી સિલિન્ડર, ટ્રાન્સજેન્ડર્સ માટે મફત બસ મુસાફરી ૨.૫ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા ૧.૩૦ કરોડ પરિવારોને પોંગલ ૨૦૨૭થી “અન્નપૂરણી સુપર સિક્સ” હેઠળ લાભ મળશે તમિલનાડુના મુખ્યમંત્રી જાેસેફ વિજયે સોમવારે ગરીબ પરિવારો માટે વાર્ષિક ૩ એલપીજી સિલિન્ડર મફત આપવાની તેમજ ટ્રાન્સજેન્ડરો માટે મફત બસ મુસાફરી અને મહિલાઓ માટેની મફત બસ સેવાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે.
તમિલનાડુ વિધાનસભામાં આ યોજનાઓની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે ‘તમિલનાડુના રૂ. ૨.૫ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને વર્ષે ૩ કુકિંગ ગેસ સિલિન્ડર ફ્રી અપાશે. અન્નપૂરણી સુપર સિક્સ નામના આ પ્રોજેક્ટનો પ્રારંભ પોંગલ ૨૦૨૭થી કરાશે. આ ર્નિણયથી આશરે ૧.૩૦ કરોડ પરિવારોને લાભ મળશે.’
આ યોજના હેઠળ લાભાર્થીઓ જે ૩ સિલિન્ડર ખરીદશે તેની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરાશે. જાે કે, આ યોજનાથી તમિલનાડુ પર વાર્ષિક આશરે રૂ. ૪,૦૦૦ કરોડનું વધારાનું ભારણ આવશે. ગેસના વધતા ભાવો અને ખાડી દેશોમાં યુદ્ધ સહિતના સંકટની વાત કરતા વિજયે કહ્યું કે, ‘નાણાકીય સ્થિતિ વિકટ હોવા છતાં સામાન્ય જનતાના આર્થિક બોજને હળવો કરવા આ ર્નિણય લેવાયો છે.’
આ દરમિયાન તમિલનાડુ સરકારે સામાજિક ન્યાયની વાત કરીને ટ્રાન્સજેન્ડરસમુદાય માટે સરકારી બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. આ સાથે જ મહિલાઓ માટેની યોજનાનો વિસ્તાર કરીને તેને વેત્રિ પયણમ એટલે કે વિજયી યાત્રા નામ અપાયું છે. આ જાેગવાઈ મુજબ, મહિલાઓ માત્ર સાધારણ જ નહીં પરંતુ એક્સપ્રેસ, એલએસએસ (ન્જીજી) અને ડિલક્સ બસોમાં પણ મફત મુસાફરી કરી શકશે. આ સુવિધા આંતર-જિલ્લા રૂટ પર પણ લાગુ થશે. આ વિસ્તૃત યોજના ૨ ઓક્ટોબરથી અમલી થશે, જેનાથી સરકાર પર વાર્ષિક રૂ. ૬,૦૦૦ કરોડનો વધારાનો ખર્ચ થશે.
ચેન્નાઈ નજીક પરંદૂરમાં પ્રસ્તાવિત નવા એરપોર્ટ અંગે વાત કરતા વિજયે કહ્યું હતું કે, ‘અમારી સરકાર ખેડૂતો અને સ્થાનિકોના હિતમાં પરંદૂર પ્રોજેક્ટ રદ્ કરે છે. ખેડૂતો દેશનો આધારસ્તંભ હોવાથી તેમને વિસ્થાપિત ન કરવા પડે તેવા વિકલ્પની શોધ ચાલુ છે અને કેટલીક નવી જગ્યાઓ પણ શોધવામાં આવી રહી છે.’ આ દરમિયાન તેમણે ચેન્નાઈના હાલના મિનમ્બક્કમ એરપોર્ટ પર નવું ટર્મિનલ ૫ બનાવવાની જાહેરાત કરી હતી.





