મુકેશ ખન્નાનો સનસનીખેજ દાવો “NEET આંદોલન પાછળ વિદેશી ફંડિંગ અને મોટું ષડયંત્ર” ક્યાંક બહારના લોકોએ તે આંદોલનમાં ઘૂસણખોરી કરી છે. ફક્ત બહારના લોકો જ નહીં, પરંતુ વિદેશી દેશો પણ તેમાં સામેલ છે ટેલેવિઝન પર શક્તિમાન અને ભીષ્મ પિતામહ જેવા આઇકોનીક પાત્ર નિભાવનારા મુકેશ ખન્ના તેના આખાબોલા સ્વભાવના કારણે ચર્ચામાં આવી ચૂક્યા છે. ત્યારે હવે તેમણે કોકરોચ જનતા પાર્ટી અને ઝારખંડમાં થયેલા પ્રોટેસ્ટ પર નિશાન સાધ્યું છે. તેમણે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન પર નિશાન સાધતાં આ આંદોલનને કોઈ મોટા ષડયંત્રની વાત કરી હતી. તે સિવાય તેમણે અનેક આરોપો લગાવ્યા છે. સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં મુકેશ ખન્નાએ પેપર લીકના મુદ્દા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જુઓ, આજના બાળકો, યુવા પેઢી પણ, શિક્ષણ પ્રણાલીમાં ફેરફારની માંગ કરી રહી છે કારણ કે પેપર લીક થયા હતા. આ પેઢી એવું નથી કહેતી કે જે શીખવવામાં આવી રહ્યું છે તે સાચું શીખવવામાં નથી આવી રહ્યું. કોઈએ શિક્ષણ પ્રણાલી કે શિક્ષણની સામગ્રી સાથે કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી. તો પેપર લીક ક્યાંથી આવ્યું?”તેમણે આગળ કહ્યું હતું કે ‘પરંતુ પેપર લીક ફક્ત તેમના સમયમાં જ નહોતું, પણ ૪૦ વર્ષ પહેલાં મારા સમયમાં પણ થયું હતું. લો કોલેજમાં પણ મારી સામે પેપર લીક થતા હતા. તે જમાનામાં પેપર લીક કરનાર વ્યક્તિ પકડાવો જાેઈએ, આજે પણ પેપર લીક કરનાર વ્યક્તિને પકડાવો જાેઈએ. પેપર લીક કરાવવામાં ન તો કોઈ શિક્ષણ પ્રધાન સામેલ છે, ન તો આપણા વડા પ્રધાન આમાં સામેલ છે. તો તમે લોકો તેમને કેમ નિશાન બનાવી રહ્યા છો?’મુકેશ ખન્નાએ વધુમાં દાવો કર્યાે હતો કે દ્ગઈઈ્ પેપર લીકનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને દેશ બહારથી સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું, “ક્યાંક બહારના લોકોએ તે આંદોલનમાં ઘૂસણખોરી કરી છે. ફક્ત બહારના લોકો જ નહીં, પરંતુ વિદેશી દેશો પણ તેમાં સામેલ છે. પૈસા પૂરા પાડવામાં આવ્યા છે. રમખાણો ભડકાવવા માટે લાખો રૂપિયા રેડવામાં આવ્યા છે.” તેમણે કહ્યું હતું કે બધા કહે છે કે શાંતિપૂર્ણ વાતાવરણ હતું. પણ જાે તમે શરૂઆતથી જુઓ તો તમને એવું ક્યાંય દેખાશે નહીં. તેઓ પોલીસને માર મારતા હતા. ૨૦૦ થી વધુ પોલીસ ઘાયલ થયા હતા. વિદ્યાર્થીઓ આવું નહોતા કરી રહ્યા. માફ કરશો, મેં શરૂઆતમાં કહ્યું હતું કે જાે તેના જેવી છોકરી આવી ભાષા વાપરે છે, તો આપણને આજની પેઢી પર શરમ આવવી જાેઈએ, તેવી વાત તેમણે કરી હતી.




