સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬નું વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત થઈ રહી છે : વડાપ્રધાન મોદી પીએમ મોદીએ મંચ પરથી કહ્યું કે, આખી દુનિયાનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે, ઘણી રેટિંગ એજન્સીઓએ ભારતને સારા રેટિંગ આપ્યા
સેમિકોન ઈન્ડિયા ૨૦૨૬ની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે. ત્રણ દિવસ ચાલનારો આ કાર્યક્રમ ૧૭ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી યોજાશે. આ ઈવેન્ટમાં ૫૨ દેશોની ૩૦૦થી વધુ કંપનીઓ સામેલ થવા જઈ રહી છે. આ કાર્યક્રમના ઉદ્ધાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આખી દુનિયાનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. ઘણી રેટિંગ એજન્સીઓએ ભારતને સારા રેટિંગ આપ્યા છે. તેમણે કહ્યું કે કોઈપણ દેશ માટે આટલા ઓછા સમયમાં પ્રગતિ કરવી સરળ નથી
પીએમ મોદીએ જણાવ્યું કે, ભારતની વિકાસયાત્રામાં ઘણા હિતધારકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે ભારતમાં ફેબલેસ કંપનીઓના વિકાસ (ફેબલેસ કંપનીઓના ગ્રોથ) પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, ભારત છૈં ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતને યુવાનોનો પણ મોટો ફાયદો મળશે. આપણા દેશમાં એન્જિનિયરોનો વિશાળ સમુદાય છે. ભારત દર વર્ષે લાખોની સંખ્યામાં એન્જિનિયરો તૈયાર કરે છે. દેશમાં ચિપ ડિઝાઇનિંગ માટે મોટા પાયે સ્કિલિંગનું કામ ચાલી રહ્યું છે.
વડાપ્રધાને જણાવ્યું કે, સરકાર સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી માટે એક લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે. તેમણે સંશોધન કરી રહેલા યુવાનો (યુવા રિસર્ચર)ને આગળ આવવા માટે અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ સેક્ટરથી ભારતીય ઈન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે. સાથે જ તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્ર સામેના પડકારોનો પણ ઉલ્લેખ કર્યો.
પીએમ મોદીએ જણાવ્યું કે, સેમિકન્ડક્ટર સેક્ટર માટે એનર્જી સિક્યુરિટી પણ એક મોટો વિષય છે. આવનારા દિવસોમાં વીજળીની માંગ વધશે અને ભારત તેના માટે તૈયાર છે. ભારત પાવર સેક્ટરમાં મોટા પાયે રોકાણ કરી રહ્યું છે. સાથે જ ભારત સ્મોલ મોડ્યુલર રિએક્ટર પર પણ કામ કરી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે ભારત તે દરેક પગલું ભરી રહ્યું છે, જે તેને સેમીકન્ડક્ટરનું એક પ્રીફર્ડ ડેસ્ટિનેશન બનાવી રહ્યું છે.
સેમિકોન ઈન્ડિયા ૨૦૨૬માં ભારતીય કંપનીઓ, રોકાણકારો, રિસચર્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતમાં સહયોગ, રોકાણ અને પ્રતિભાના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સેમિકોન ઈન્ડિયા ૨૦૨૬ની થીમ ‘સિલિકોનથી સિસ્ટમ સુધી: ઈકોસિસ્ટમનું નિર્માણ’ છે.
આ કાર્યક્રમમાં ૬૦૦થી વધુ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. આશરે ૫૦ હજાર મુલાકાતીઓ પહોંચે તેવી અપેક્ષા છે. ૫૨ દેશોમાંથી ૪૦૦થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને ૧૫૦થી વધુ સ્પીકર્સ પણ સામેલ થવાના છે.
સેમિકોન ઈન્ડિયા ૨૦૨૬ દરમિયાન સેમિકન્ડક્ટરની સંપૂર્ણ વેલ્યુ ચેનને પ્રદર્શિત કરવામાં આવશે. સેમિકન્ડક્ટર મટિરિયલ અને ચિપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન તથા એડવાન્સ્ડ પેકેજિંગ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા દર્શાવવામાં આવશે. આ રીતે સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમની સમગ્ર સફર લોકોને જાેવા મળશે. મળતી માહિતી મુજબ, આ વખતે ‘સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ’ વેલ્યુ ચેન એક્સપીરિયન્સ દ્વારા સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમની આ સમગ્ર સફર રજૂ કરવામાં આવશે. સેમિકોન ઈન્ડિયા ૨૦૨૬માં જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ્સ, સિંગાપોર અને સ્વીડનનું પ્રતિનિધિત્વ કરતા છ કન્ટ્રી પેવેલિયન હશે. આ ઉપરાંત ૧૨ સ્ટેટ બૂથ, એક સ્ટાર્ટઅપ પેવેલિયન, ઈનોવેશન શોકેસ, સ્ટુડન્ટ હેકાથોન અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવેલિયન પણ હશે.
સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક. તેને વીજળીના ટ્રાફિક કંટ્રોલર તરીકે સમજી શકાય છે. તેનો ઉપયોગ મોબાઈલ ફોનથી લઈને કાર સુધીના ઉપકરણોમાં થાય છે. આજના સમયમાં મોટાભાગની અદ્યતન મશીનોમાં ચિપસેટનો ઉપયોગ થાય છે. સેમિકન્ડક્ટર સામાન્ય રીતે સિલિકોનમાંથી તૈયાર કરવામાં આવે છે. સિલિકોનથી બનેલા વેફર પર અબજાે નાના-નાના ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવે છે. ત્યારબાદ આ ટ્રાન્ઝિસ્ટરની મદદથી પ્રોસેસર અને અન્ય ઈલેક્ટ્રોનિક ચિપ્સ તૈયાર કરવામાં આવે છે.




