ચંપલ મુકાવી અને તસવીર સામે કરાવી માફી રાજ ઠાકરે વિરુદ્ધ બોલનારા ઈન્ફ્લુએન્સરના મોઢે કાળો કૂચડો ફેરવ્યો મનસેના કાર્યકરોએ ઘટના બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહેશ મોટેનો એક માફીનામાનો વિડિયો પણ સામે આવ્યો
મહારાષ્ટ્રના પુણેમાંથી એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે પર કથિત વિવાદિત ટિપ્પણી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને રીલ સ્ટાર મહેશ મોટે વિરુદ્ધ કાર્યકર્તાઓમાં ભારે રોષ જાેવા મળ્યો. મહેશે સોશિયલ મીડિયા પર રાજ ઠાકરે વિશે અપશબ્દો અને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે ગુસ્સે ભરાયેલા MNS કાર્યકર્તાઓએ જાણે દાદાગીરી બતાવી હોય એ રીતે તેને પકડીને તેની પાસે માફી મગાવી હતી. MNS ના હડપસર વિધાનસભા ક્ષેત્રના ઉપવિભાગ અધ્યક્ષ શુભમ જગદાલેના જણાવ્યા અનુસાર, મહેશ મોટે આ વિવાદિત વિડિયો બનાવ્યા બાદ ૧૫-૨૦ દિવસ માટે કેરળ ચાલ્યો ગયો હતો. ગત રાત્રે જેવો તે પુણેના કાત્રજ વિસ્તારમાં પરત ફર્યાે હોવાની બાતમી મળી, તરત જ MNS કાર્યકર્તાઓએ તેને કાત્રજની એક પાર્કમાંથી ઝડપી લીધો અને તેને પકડીને MNS ના જનસંપર્ક કાર્યાલય ખાતે લઈ આવ્યા, જ્યાં તેના ચહેરા પર કાળો કૂચડો ફેરવી દેવામાં આવ્યો હતો. કાર્યાલયમાં લાવ્યા બાદ કાર્યકર્તાઓએ મહેશ મોટેને સજાના ભાગરૂપે તેના માથા પર ચંપલ મુકાવીને ઉઠક-બેઠક કરાવવા મજબૂર કર્યાે હતો. એટલું જ નહીં, તેને MNS કાર્યાલયમાં રાખવામાં આવેલી રાજ ઠાકરેની તસવીર સામે સાષ્ટાંગ દંડવત કરીને નાક રગડાવ્યું અને હાથ જાેડીને બિનશરતી માફી મંગાવી હતી.ઘટના બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહેશ મોટેનો એક માફીનામાનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ફૂટ-ફૂટ કરીને રડતો નજરે પડી રહ્યો છે. તેણે વીડિયોમાં સ્વીકાર્યું કે મહારાષ્ટ્રમાં રહીને રાજ ઠાકરે કે MNS પાર્ટી વિરુદ્ધ ક્યારેય ખોટું ન બોલવું જાેઈએ. તેણે પોતાની ભૂલ સ્વીકારી હાથ જાેડીને માફી માંગી હતી અને લોકોને અપીલ કરી હતી કે તેને હવે વધુ પરેશાન ન કરવામાં આવે.MNS નેતા શુભમ જગદાલેએ આ મામલે સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું કે, કાર્યાલયમાં તેને MNS ની ખાસ શૈલીમાં ‘મહાપ્રસાદ’ આપવામાં આવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં જાે કોઈ પણ વ્યક્તિ MNS પ્રમુખ રાજ સાહેબ ઠાકરે વિરુદ્ધ આવી અભદ્ર ટિપ્પણી કરશે, તો પાર્ટી તેને આ જ પ્રકારે કડક જવાબ આપશે.




