૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી આદિત્ય ઠાકરે એ ગુનો કર્યાના પુરાવા છે : દિશા સાલિયાનના પિતાનો દાવો આદિત્ય ઠાકરે મામલે દિશાના પિતાએ કહ્યું છે કે, છેલ્લા ૪ વર્ષથી તે આદિત્ય ઠાકરે નું નામ લઇ રહ્યા છે પરંતુ કોઈ કાંઈ કરતું ન હતું સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશાના મોતનો મામલો ફરી એક વખત ચર્ચામાં છે. દિશા સાનિયાલ મામલે તપાસ ફરીથી શરૂ કરવામાં આવી છે. અને હવે દિશાના પિતા એ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે માટે એવું કહ્યું છે કે આદિત્ય એ ગુનો કર્યો છે અને તેની પાસે પુરાવા પણ છે. એટલું જ નહીં સતીશ સાનિયાલે આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને ૫૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ પણ ફટકારી છે.
આદિત્ય ઠાકરે મામલે દિશાના પિતા સતીશ સાનિયાલે એવું કહ્યું છે કે, છેલ્લા ૪ વર્ષથી તે આદિત્ય ઠાકરે નું નામ લઇ રહ્યા છે પરંતુ કોઈ કાંઈ કરતું ન હતું પરંતુ જ્યારથી એફઆઇઆર થઈ છે ત્યારથી તેઓ સમગ્ર મામલાને રાજનીતિ પ્રેરિત ગણાવી રહ્યા છે. સતીષ સાનિયાલે આગળ કહ્યું કે આદિત્ય ઠાકરે એ અપરાધ કર્યો છે, જેમ જેમ તપાસ આગળ વધશે તેમ પુરાવા પણ સામે આવી જશે. સતીશ સાનિયાલે એવું કહ્યું છે કે હવે તેને કોઈ ટેન્શન નથી. આ મામલે પોલીસ અને સીબીઆઈ પુરાવાના આધારે કામ કરશે.
તેના પિતાએ એવું પણ કહ્યું કે આ મામલે કોણ કોણ સામેલ છે તે બધા જાણે છે, વાનખેડેનું નિવેદન છે અને મોબાઈલ ટાવર લોકેશન ના ડેટા પણ સામે આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસે અન્ય પુરાવામાં ફોટો અને વિડિયો પણ છે. જે સમય આવશે ત્યારે સામે આવી જશે. દિશા સાનિયાલના મોત મામલે આદિત્ય ઠાકરેનું નામ પ્રકાશમાં આવ્યા પછી આ વિવાદ મામલે આદિત્ય ઠાકરે એ સ્પષ્ટતા કરી હતી કે તે દિશાએ મળ્યો પણ નથી અને તેને ઓળખતો પણ નથી. આદિત્ય ઠાકરે એવું કહ્યું કે તે રાજકારણમાં છે અને અંગત કારણોસર આ મામલે તેનું નામ જાેડવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારના પુરાવા વિના તેના વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેણે તપાસ એજન્સીઓ પર રાજનૈતિક હસ્તક્ષેપનો આરોપ પણ લગાવ્યો.
દિશા સાનિયાલ કેસની તપાસ રાજનીતિ પ્રેરિત હોવાની વાત કરવા પર આદિત્ય ઠાકરે અને અનિલ દેશમુખ પર સતીશ સાનિયાલના પિતાએ ૫૦૦ કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ પણ ફટકારી છે. નોટિસમાં સતીશ સાનિયાલે આદિત્ય ઠાકરે અને અનિલ દેશમુખને પોતાનું નિવેદન પરત લેવા, જાહેરમાં માફી માંગવા અને ૫૦૦ કરોડના વળતરની માંગ કરી છે આ માટે તેમને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો છે.




