અમિત શાહ કરશે બાઇક યાત્રીઓનું સ્વાગત PM મોદીના જન્મદિવસ બાદ ૭ ઓક્ટોબરે કાશીમાં મોટો કાર્યક્રમ વડનગર-કાશી સેવા સંકલ્પ બાઇક યાત્રાના સમાપન કાર્યક્રમમાં ૭ ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ કાશી પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ ૭ ઓક્ટોબરે કાશી પહોંચશે. ગૃહમંત્રી વડનગરથી કાશી આવનારા બાઇક યાત્રીઓનું સ્વાગત કરશે અને બાઇક રેલીના સમાપન કાર્યક્રમમાં સામેલ થશે. બાઇક યાત્રીઓ સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજન કરશે અને બાબાનો મહારુદ્રાભિષેક કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે રાજ્ય સરકારના અનેક મંત્રીઓ સામેલ થશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ડેપ્યુટી ઝ્રસ્ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમંગ જાેશી અને પ્રદેશ અધ્યક્ષ રોહિત મિશ્રા પણ સેવા યાત્રીઓનું સ્વાગત કરશે. દ્ગડ્ઢછના મોટા નેતાઓને કાર્યક્રમમાં બોલાવવા અંગે વિચારણા ચાલી રહી છે.
ત્યારબાદ તેમને નક્કી કરાયેલા સ્થળોએ રોકવામાં આવશે અને સવારે તમામ યાત્રીઓ શ્રી કાશી વિશ્વનાથ મંદિર પહોંચે ત્યાં સુધી સ્વાગત કાર્યક્રમ ચાલુ રહેશે. સ્વાગતના સ્થળો ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. દરેક સ્વાગત સ્થળે રાજ્યમંત્રી અને ધારાસભ્યોની તહેનાતી રહેશે. સ્વાગતની આગેવાની મંત્રી અને ધારાસભ્યો જ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાલ્હુપુર સ્થિત રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન યુનિવર્સિટીનું ઉદ્ઘાટન પણ કરી શકે છે. તેની તૈયારીઓ પહેલેથી જ ચાલી રહી છે. યુનિવર્સિટી બન્યા બાદ તપાસનું કામ સરળ બની જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરે કાશી અને વડનગરથી એકસાથે સેવા સંકલ્પ બાઇક યાત્રાઓ રવાના થઈ હતી. કાશીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૨૫૦ બાઇક પર સવાર ૫૦૦ યુવાઓની યાત્રાને લીલી ઝંડી બતાવીને વડનગર માટે રવાના કરી હતી. આ જ દિવસે વડનગરથી કાશી માટે નીકળનારી યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ સહિત અન્ય નેતાઓની હાજરીમાં રવાના કરવામાં આવી હતી. બંને દિશામાં ચાલી રહેલી યાત્રાઓ લગભગ ૨૦ દિવસ બાદ ૭ ઓક્ટોબરે પોતાના ગંતવ્ય સુધી પહોંચશે.
કાશીથી વડનગર જતી યાત્રા ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓ, ૭૭૩ તાલુકાઓ અને ૧૧૫૯ ગામોમાંથી પસાર થશે. યાત્રામાં ૧૦૦૦થી વધુ યુવાઓ સામેલ થાય તેવી યોજના છે. રસ્તામાં સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ સહિત ૨૫ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.




