એક વર્ષમાં ખાદ્યાન્ન, કન્ઝ્યુમર ગૂડ્સથી ઓટોમોબાઈલ બધું જ મોંઘું નવી દિલ્હીમાં GST કાપને એક વર્ષ પૂર્ણ થયુ આ દર ઘટાડાના લીધે માંગને વેગ મળ્યો હતો અને તે નવા ઊંચા સ્તરે પહોંચી હતી જીએસટી રેશનલાઇઝેશનને બરોબર એક વર્ષ થયું છે, પરંતુ કોમોડિટીના ઊંચા ભાવના કારણે આ ભાવ ઘટાડાનો નોંધપાત્ર ફાયદો ધોવાઈ ગયો છે. આ ભાવ ઘટાડાથી તે સમયે ફૂડથી લઈને કન્ઝ્યુમર ગૂડ્સ અને ઓટોમોબાઇલ્સ સુધીના સેક્ટરોને નોંધપાત્ર ફાયદો થયો હતો. આ દર ઘટાડાના લીધે માંગને વેગ મળ્યો હતો અને તે નવા ઊંચા સ્તરે પહોંચી હતી.
જીએસટી રેટ ઘટાડાનો સૌથી વધુ ફાયદો ઓટોમોબાઇલ સેક્ટરને થયો હતો. તેના લીધે છેલ્લા એક વર્ષમાં એટલે કે ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૨.૯ કરોડ એટલે કે ૨૧ સપ્ટેમ્બર સુધી જાેઈએ તો લગભગ ત્રણ કરોડ વાહનો વેચાઈ ચૂક્યા છે. આમ તેમા વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ ૨૦ ટકા વધારો થયો છે, એમ ઇકરાનું કહેવું છે.પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ ૨૨ ટકા, ટુ-વ્હીલર્સનું વેચાણ ૨૦ ટકા, કોમર્સિયલ વ્હીકલ્સનું વેચાણ ૧૯ ટકા અને ટ્રેક્ટર્સનું વેચાણ ૨૩ ટકા વધ્યું હતું. ઇકરાના કોર્પોરેટ રેટિંગ્સના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્રૂપ હેડ જિતિન મક્કારે જણાવ્યું હતું કે છેલ્લા ૧૧થી ૧૨ મહિના દરમિયાન જીએસટી રેટ અમલીકરણે ભારતની વપરાશવૃદ્ધિની ગાથાને જબરદસ્ત વેગ આપ્યો હતો.
સિયામના ડિરેક્ટર જનરલ રાજેશ મેનેને ઓગસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા છ મહિના દરમિયાન ઉત્પાદકોએ કરેલા ઉત્પાદન અને વેચાણમાં પણ તેનું પ્રતિબિંબ પડે છે. આના પગલે બ્રોડર એન્વાયર્નમેન્ટ ડિમાન્ડ મૂળભૂત રીતે મજબૂત બની હતી. જાે કે તેમણે જણાવ્યું હતું કે ગયા મહિનાની વૃદ્ધિને અગાઉના વર્ષના નીચા બેઝનુ પણ સમર્થન હતું.
આ જીએસટી દર ઘટાડામાં કન્ઝ્યુમર ગૂડ્સના કેટલાય ઉત્પાદનો પરનો દર ૧૨ કે ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો હતો. તેના લીધે દરેક ઉત્પાદનોના ભાવમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. જાે કે તેના પછી પશ્ચિમ એશિયા કટોકટીના લીધે કાચો માલ, ઊર્જા અને ઇંધણ ખર્ચ વધતા કંપનીઓએ તેના ભાવમા ૬થી ૭ ટકાનો વધારો કરવાની ફરજ પડી છે. જાે કે હજી પણ બેથી ત્રણ ટકા સુધીની રાહત તો મળી જ રહી છે.
નેસલે ઇન્ડિયાએ જણાવ્યું હતું કે જીએસટી રેટ કટે વપરાશવૃદ્ધિને પોઝિટિવ મોમેન્ટમ પૂરુ પાડયું હતું. જ્યારે કન્ઝ્યુમર એનાલિસ્ટ રોનક શાહનું કહેવું છે કે વાસ્તવમાં દરમાં ઘટાડાથી એફોર્ડેબિલિટીમાં વધારો થયો હતો, પણ કંઈ કન્ઝ્યુમર કંપનીઓની માંગ વધી ન હતી. જીએસટીમાં ઘટાડાએ ફુગાવા સામે રક્ષણ પરુ પાડયુ હતુ. તેના કારણે દરેક કેટેગરી દીઠ વપરાશમાં અર્થપૂર્ણ વૃદ્ધિ થઇ નથી. પ્રીમિયમ અને વિવેકમુનસફી મુજબના ઉત્પાદનોની માંગ વધી હતી, ક્લોધિંગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ચીફ મેન્ટોર રાહુલ મહેતાનું માનવું છે કે જીએસટી ૨.૦એ ભાવમાં નોંધપાત્ર ઘટાડો થાય તેટલી મોટી અસર પાડી નથી. મહેતા માને છે કે આ વખતની તહેવારોની સીઝન વખતે એપેરલનો ખર્ચ ૮થી ૧૦ ટકા વધવાનો છે. હવે બ્રાન્ડ્સ, રિટેલરો અને ઉત્પાદકો અમુક પ્રકારનો ભાવવધારો શોષી લે તો પણ ઉત્પાદનોના ભાવ પાંચથી સાત ટકા તો વધવાના જ છે.




