રિંબી ગામમાં અનેક મકાનોમાં ભારે નુકસાન સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી વિનાશ ભૂસ્ખલન બાદ અનેક રહેણાક મકાનો, સરકારી ક્વાર્ટર તથા દુકાનો જેવી વિવિધ સંપત્તિઓ કાટમાળની લપેટમાં આવીને વહી ગઈ ક્લાઇમેટ ચેન્જને કારણે હવે ક્યાં એકસાથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય કે પછી વગર વરસાદે મોટી આફત આવી જાય કંઇ નક્કી જ નથી. તાજેતરની ઘટના ભારતના જ એક સરહદી રાજ્ય સિક્કિમની છે જ્યાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા રિંબી ગામમાં મોડી રાતે અચાનક જ તોફાની વરસાદ ત્રાટકતા ભૂસ્ખલન જેવી ભયાનક ઘટના સજાર્ી હતી.આ ભયાનક ભૂસ્ખલનને કારણે લોકોને કોઈ સુરક્ષિત સ્થળે પહોંચવાનો મોકો જ ન મળ્યો. યુક્સોમ અને તાશીડિંગ વિધાનસભા મતવિસ્તારમાં આ ભૂસ્ખલન બાદ અનેક રહેણાક મકાનો, સરકારી ક્વાર્ટર તથા દુકાનો જેવી વિવિધ સંપત્તિઓ કાટમાળની લપેટમાં આવીને વહી ગઈ. ભારે નુકસાન થયું છે. હજુ સુધી તો જાનહાનિ વિશે કોઈ માહિતી સામે આવી શકી જ નથી.તંત્રને ઘટનાની જાણ થતાં જ તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના પગલે ૧૨૮ જેટલા લોકોને સુરક્ષિત સ્થાનોએ લઈ જવામાં મદદ મળી હતી. આખા ગામમાં કાટમાળ ફરી વળ્યો છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો પણ રેસ્ક્યૂમાં મદદ કરી રહ્યા છે. લોકોને આવા વિસ્તારથી દૂર રહેવા જ કહી દેવાયું છે. કારણ હજુ પણ વરસાદ ચાલુ હોવાથી ગમે ત્યારે નવી આફત ત્રાટકવાની શક્યતા છે.




