મણિપુરમાં ફરી હિંસા સુપ્રીમે પીડિતાના નિવેદનમાં વિરોધાભાસ નોંધ્યો હતો સજા માટે કૃત્યની અનૈતિકતા પુરતી નથી, પુરાવા પણ જરૂરી : સુપ્રીમ સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં ૧૩ વર્ષ બાદ ૧૦ વર્ષની સજા પામેલા આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે રેપના કેસમાં ૧૦ વર્ષની સજા પામેલાને છોડી મુકતી વખતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોઇ કૃત્યની અનૈતિકતાના આધારે આરોપીને સજા ના આપી શકાય, કેમ કે તે પુરતુ નથી, જે આરોપો લાગ્યા હોય તેના પુરાવા હોવા પણ જરૂરી છે. સુપ્રીમે હાઇકોર્ટના ચુકાદાને રદ કરીને દોષિતને છોડી મુક્યો હતો.
રેપના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સજા અપાઇ હતી, જેને બાદમાં હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સજાને યોગ્ય ઠેરવી હતી. તેથી આરોપી દ્વારા હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ સમગ્ર મામલામાં પીડિતોના નિવેદનોમાં વિરોધાભાસ જાેવા મળી રહ્યો છે. સુપ્રીમે નોંધ્યું હતું કે ટ્રાયલ અને હાઇકોર્ટે ર્નિણયો લેવામાં ભુલ કરી છે. માત્ર કોઇ કૃત્ય અનૈતિક હોવાના આધાર પર જ આરોપીને સજા ના આપી શકાય. સજા આપવા માટે પુરાવા હોવા પણ એટલા જ જરૂરી છે. આ સમગ્ર મામલામાં પીડિતાના નિવેદનનો એક હિસ્સો સ્વીકાર કરવામાં આવ્યો છે જ્યારે બીજાે હિસ્સો રદ કરી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો આઇપીસીની કલમ ૩૬૬ અને ૩૭૬ સાથે જાેડાયેલો છે. ટ્રાયલ કોર્ટે ૨૦૧૨માં એક કલમમાંથી આરોપીને મૂક્ત કર્યો હતો જ્યારે બીજી કલમ ૩૭૬ હેઠળ રેપ બદલ દોષિત ઠેરવ્યો હતો.




