દંડ વસૂલવાનો નવો રસ્તો ટ્રાફિક ચલણની રકમ હવે વીજળી બિલમાં જાેડાઈને આવી શકે છે લોકો ટ્રાફિલ ચલણની ચુકવણી કરતાં નથી તો લાઇટ બિલમાં ચલણની રકમ જાેડવા જેવા વિકલ્પ પર પણ કામ કરી શકાય છે : સુપ્રીમ ટ્રાફિક ચલણ વસૂલીને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તેને લઈને સુનાવણી કરતા સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે માત્ર ઈ-ચલણ જારી કરવા પર્યાપ્ત નથી, પરંતુ અસલી સવાલ છે કે ચલણ દ્વારા લગાવવામાં આવેલી દંડની રકમ કઈ રીતે વસૂલ થશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઈ-ચલણના આશરે ૪૫૦૦૦ કરોડ રૂપિયાની વસૂલી કરવાની છે. તેમાંથી અત્યાર સુધી આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાની વસૂલી થઈ ગઈ છે.
તેના પર જસ્ટિસ જેબી પારદીવાલાએ કહ્યુ કે પોલીસ હજારો અને લાખો ઈ-ચલણ જારી કરી શકે છે, પરંતુ અધિકારીઓએ જમીની હકીકતને ધ્યાનમાં રાખતા વસૂલીનો પ્રભાવી ઉપાય કાઢવો પડશે. સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે જે લોકો ટ્રાફિક ચલણની ચુકવણી કરતા નથી તો વીજળી બિલમાં ચલણને જાેડવા જેવા વિકલ્પ પર પણ કામ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે લાઇટ બિલની ચુકવણી ન કરવા પર કનેક્શન કાપવા જેવી કાર્યવાહી થાય છે, તેથી ચલણની વસૂલી માટે પણ પ્રભાવી વ્યવસ્થા પર વિચાર કરવો પડશે.
કોર્ટે અધિકારીઓને કહ્યું કે ઈ-ચલણની ચુકવણી ન કરનાર વાહનનું રજીસ્ટ્રેશન રિન્યૂ ન કરવામાં આવે અને ડુપ્લીકેટ ઇઝ્ર જારી ન કરવામાં આવે. જ્યાં સુધી તમામ ચલણ ક્લિયર ન હોય તો સંબંધિત વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ જારી ન કરવામાં આવે
એટલું જ નહીં સર્વોચ્ચ કોર્ટે પેન્ડિંગ ચલણની સ્થિતિમાં ડ્રાઇવિંગ લાયસન્સના રિન્યૂઅલ પર પ્રતિબંધ લગાવવા અને પહેલાથી જારી લાયસન્સને પણ સસ્પેન્ડ કરવા જેવા પગલાં ભરવાનું સૂચન કર્યું છે. કોર્ટે તે પણ કહ્યું કે પેન્ડિંગ ઈ-ચલણવાળા વાહનોને પીયુસી સર્ટિફિકેટ જારી ન કરવું જાેઈએ. સુપ્રીમ કોર્ટે રેન્ડમ વાહન ચેકિંગનું સૂચન કરતા કહ્યું કે જાે તપાસમાં જાણવા મળે છે કે ઈ-ચલણની ચુકવણી કરવામાં આવી નથી તો વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ કરી શકાય છે.




