રાજવી ઠાઠની લાગણી ૭૭ હજારનું બિલ જાેઈને ઊડી ગઈ ઈટલીની રેસ્ટોરન્ટમાં સાયલન્ટ મેન્યુએ કપલને ઝટકો આપ્યો ઈટલીની મોંઘી રેસ્ટોરન્ટમાં મહિલાઓ નચિંત થઈને ઓર્ડર કરી શકે માટે ડિશની કિંમત વિનાના મેન્યુ આપવાની પ્રથા
ઈટલીના લેક કોમો સ્થિત પ્રસિદ્ધ ગ્રેન્ડ હોટલ ટ્રેમેઝોમાં એક કપલનું ડિનર ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું જ્યારે પત્નીને કિંમત લખ્યા વગરનું મેન્યુ મળ્યું. પતિના મેન્યુમાં પ્રત્યેક ડિશના ભાવ લખ્યા હતા. શરૂઆતમાં આ વ્યવસ્થા તેમને કૂલ કૂલ લાગી અને પત્નીને રોયલ લાગણી થઈ. પણ પછી ૭૭ હજાર રૂપિયાનું બિલ મળતા બંનેના હોંશ ઉડી ગયા.સોશિયલ મીડિયા યુઝર લિયાના પોતાના પતિ સાથે ડિનર કરવા હોટલમાં પહોંચી. મેન્યુમાં કિંમતો ન જાેઈને તેણે પતિને તેનું કારણ પૂછ્યું. ત્યારે તેને જાણ થઈ કે બંનેને અલગ અલગ મેન્યુ આપવામાં આવ્યા હતા. લિયાનાએ જણાવ્યું કે કિંમતની જાણકારી વિના ઓર્ડર કરવાનું તેમને શરૂઆતમાં રોયલ અને આરામદાયક લાગ્યું.કહેવાય છે કે ઈટલીમાં કેટલીક અત્યંત મોંઘી હોટલોમાં મહિલાઓને કિંમત વિનાના સાયલન્ટ મેન્યુ આપવાની જૂની પરંપરા છે. તેનો હેતુ તેમને કિંમતોની ચિંતાથી મુક્ત રાખીને ખાવાનું પસંદ કરવાનો વિકલ્પ આપવાનો છે. જાે કે આ ડિનરનું ફાઈનલ બિલ ૯૨૬.૮૬ ડોલર એટલે લગભગ ૭૭ હજાર રૂપિયા મળતા બંનેને આંચકો લાગ્યો.લિયાનાના જણાવ્યા અનુસાર તેનું અનુમાન લગભગ ૪૦ હજાર રૂપિયાના બિલનું હતું. બે ડ્રિન્ક્સની કિંમત લગભગ દસ હજાર રૂપિયા અને જન્મદિવસ માટે નાની કેકની કિંમત લગભગ ૧૧,૫૦૦ રૂપિયા હતી. વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા વપરાશકારોએ રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી અને આ અનોખી મેન્યુ વ્યવસ્થા વિશે રમૂજ થઈ.




