કોકપીટમાં બેઠેલા એક પાઇલટ વિમાનને ક્રેશ કરવા માંગતા હતા ઇઝરાયલી વિમાન હાઇજેકિંગ કેસમાં એક મોટો ખુલાસો થયો દુબઈ-તેલ અવીવ વિમાનને હાઈજેક નહીં ક્રેશ કરાવવાની હતી કોશિશ, કોકપિટમાં બાખડ્યા હતા બન્ને પાઇલટ!
ઇઝરાયલી વિમાન હાઇજેકિંગ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. કોકપીટમાં બેઠેલા એક પાઇલટ વિમાનને ક્રેશ કરવા માંગતા હતા, પરંતુ બીજા પાઇલટે તેને રોક્યો. બંને વચ્ચે ઝપાઝપી થઈ. ઝપાઝપી દરમિયાન, એટીસીને હાઇજેકિંગનો સંકેત આપવામાં આવ્યો, જેના કારણે ઇઝરાયલી સરકાર એલર્ટ થઈ ગઈ.
વિમાનમાં રહેલા એક મુસાફરના જણાવ્યા અનુસાર, એક પાઇલોટે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. બીજા પાયલોટે તેને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ઝપાઝપી થઈ. બીજા પાઇલોટે મુસાફરો અને ક્રૂ સભ્યોની મદદથી પાઇલટને કાબુમાં લઈ લીધો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ઘણા મુસાફરો ઘાયલ થયા હતા અને લોહી વહેતું હતું. ઇઝરાયલી મીડિયા અનુસાર, ફ્લાયદુબઈનું આ વિમાન ૨૪ બાળકો સહિત ૧૭૪ લોકો લઈ જઈ રહ્યું હતું.
ઇઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર, પાઇલટ્સ વચ્ચેના વિવાદ પછી સૌપ્રથમ સિગ્નલ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રૂએ ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલ્યો. સિગ્નલ મળતાં વિમાનને તાત્કાલિક મેન્યુઅલ કંટ્રોલ હેઠળ મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને સાઉદી અરેબિયા તરફ વાળવામાં આવ્યું હતું.
થોડા સમય પછી વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો. બેન ગુરિયન એરપોર્ટ પર લેન્ડિંગ પરવાનગી નકારી કાઢવામાં આવી હતી. પાઇલટ્સે એર ટ્રાફિક કંટ્રોલર્સના સંદેશાઓનો જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ હાઇજેકિંગના સમાચાર ફેલાઇ ગયા. સાઉદી અરેબિયામાં વિમાન ઉતર્યા પછી બધું સામાન્ય થઈ ગયું. નોઆમ નામની એક ઇઝરાયલી મહિલાએ ખાનગી ચેનલને જણાવ્યું કે તેણે પહેલા કોકપીટમાં ચીસો સાંભળી. એક પાઇલટને છરી વાગી હતી. તે સમયે કોકપીટમાં હંગામો થયો. વિમાન અચાનક નીચે ઉતરવા લાગ્યું. લોકોએ પ્રાર્થના શરૂ કરી.
૭૫૦૦ અને ૭૭૦૦ નો ઉપયોગ કરીને ATC ને સિગ્નલ મોકલવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સત્તામંડળના નિયમો અનુસાર, જ્યારે ૭૭૦૦ નો ઉપયોગ કરીને સિગ્નલ પ્રાપ્ત થાય છે, ત્યારે તેને ઇમરજન્સીની સ્થિતિ માનવામાં આવે છે.જાે ૭૫૦૦ નંબર પરથી કોઈ સિગ્નલ આવે છે, તો એવું માનવામાં આવે છે કે કોઈએ વિમાનને હાઇજેક કર્યું છે અથવા તેને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.




