વાયરલ તસવીરોએ ફેન્સને ચોંકાવ્યા! કરીના કપૂરના શોમાં અચાનક પહોંચી શાહિદ કપૂરની પત્ની મીરાએ પણ કરીના કપૂરના શૉમાં પહોંચી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી. આ તસવીર સાથે મીરાએ કરીના કપૂરને ટેગ કરી હતી
બોલીવુડની સક્સેફૂલ એક્ટ્રેસ કરીના કપૂરની રિલેશનશીપ એક સમયે શાહિદ કપૂર સાથે હતી. આ કપલ્સના અફર્સની ચર્ચા જાેરશોરથી ઊઠી હતી. એક લાંબા સમય સુધી બન્ને એકબીજા સાથે ડેટ કરી રહ્યા હતા. વર્ષ ૨૦૦૪થી ૨૦૦૭ સુધી બન્ને એકબીજાના પ્રેમમાં હતા. એવી ચર્ચા છે. પણ અચાનક બ્રેકઅપ થઈ જતા બંન્નેએ પોતાની રાહ અલગ કરી દીધી. એ પછી જ્યારે પણ બન્ને એકબીજાની સામે આવતા હતા એ સમયે થોડું અસહજ ફીલ કરતા હતા. પણ હવે કિસ્સો એક એવો બન્યો છે કે, જે ફેન્સ માટે ચોંકાવનારો સાબિત થયો. મીરા કરીના કપૂરના ખાનના ચેટ શૉ વ્હાટ વિમેન વોન્ટમાં પણ જાેવા મળશે.બન્ને એક્ટ્રેસે આનું શુટિંગ પણ કરી લીધું છે. સેટ પરથી બન્નેની એક તસવીર પણ સામે આવી છે. આ તસવીર સામે આવતા ફેન્સ જાેરશોરથી ચર્ચા કરી રહ્યા છે તો કોઈ આશ્ચર્ય પામી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર બન્નેએ એકબીજા પર ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો.આ જાેઈને ફેન્સ ચોંકી ગયા હતા અને કેટલાકે તો લખી દીધુ કે, આવું તો ક્યારેય વિચાર્યું ન હતું. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શૅર કરી છે. જેમા મીરા રાજપૂત જાેવા મળી રહી છે. મીરાએ પણ કરીના કપૂરના શૉમાં પહોંચી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી. આ તસવીર સાથે મીરાએ કરીના કપૂરને ટેગ કરી હતી. કરીનાના વખાણ કર્યા હતા. આ પોસ્ટ પર એક્ટ્રેસે પણ જવાબ આપ્યો હતો. પોસ્ટ સામે આવતા ફેન્સ પણ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. ફોટોમાં બન્ને ખુશ જાેવા મળી રહી છે. આ તસવીર શૅર કરતા કરીનાએ લખ્યું હતું કે, શૉમાં બેહદ વૉર્મ એન્ડ લવલી મીરા. કરીનાની પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, શૉમાં મીરાની હાજરી તેના માટે પણ ખાસ હતી. બંનેનો આ સુંદર ફોટો અને કરીનાનો સંદેશ જાેઈને ચાહકો વચ્ચે તેમના સંબંધો વિશેની ચર્ચાઓ વધુ વેગવંતી બની છે.




