સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ તનિષા મુખરજીના ઘરનું વીજળી કનેક્શન કપાતા લાલઘૂમ થઈ તનિષા મુખર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોનાવલાના પોતાના ઘરની વીજળી કાપી નાખવામાં મુદ્દે પોસ્ટ મુકી
વીજળીનું બિલ ભર્યું હોવા છતાં જાે તમારા ઘરની વીજ લાઈન કાપી નાખવામાં આવે તો તમે શું કરશો? બોલિવૂડ અભિનેત્રી તનિષા મુખર્જી સાથે આવો જ કિસ્સો બન્યો હોવાનો દાવો તેણે કર્યાે છે. લોનાવલામાં આવેલા પોતાના પૈતૃક ઘરનું વીજ-કનેક્શન કાપી નાખવામાં આવતા તનિષાએ સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ(એમએસઈડીસીએલ)ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તનીષાનો દાવો છે કે તેમણે બિલની રકમ ચૂકવી દીધી હોવા છતાં નિયત મુદત પૂર્ણ થતા પૂર્વે જ તેના ઘરની વીજળી અધિકારીઓ કાપી ગયા હતા. તનિષા મુખર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લોનાવલાના પોતાના ઘરની વીજળી કાપી નાખવામાં આવ્યાને લઈને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ સામે નારાજગી વ્યક્ત કરી છે. તનિષાના દાવા મુજબ, ભારે વીજળીનું બિલ મોકલવામાં આવ્યું હતું અને બિલની છેલ્લી તારીખ પહેલાં જ વીજળી કાપી નાખવામાં આવી. તેમણે આરોપ લગાવ્યો કે વીજળી કાપીને લોકોને બિલ ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પોતાની પોસ્ટમાં તનીષાએ લોનાવલામાં એમએસઈબીની કામગીરીને “માફિયા” જેવી ગણાવી અને આક્ષેપ કર્યાે કે નિયમોની અવગણના કરીને મનમાની કરવામાં આવી રહી છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અમિત શાહ સહિત સંબંધિત અધિકારીઓને ટેગ કરીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. જાેકે, તનીષાના આક્ષેપો અંગે વીજળી વિભાગનો વિગતવાર પ્રતિભાવ આ અહેવાલોમાં સામે આવ્યો નથી. તનિષાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે લોનાવલામાં તેમનું પૈતૃક ઘર આવેલું છે. અને પરિવાર સાથેની તેની મોટા ભાગની યાદો આજ ઘરથી જાેડાયેલી છે. અને બાળપણનો મોટો સમય આ જ ઘરમાં પસાર કર્યાે છે. તેમણે આ પ્રોપર્ટી તેની મૂળ ઓળખ જળવાઈ રહે તે રીતે સાચવવાનો પ્રયાસ કર્યાે હોવાનું પણ જણાવ્યું હતું. વીજળી કાપવાની ઘટનાને લઈને તેમણે સંબંધિત અધિકારીઓ પાસે હસ્તક્ષેપની માંગ કરી અને પોતાની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવે તેવી અપીલ કરી હતી.




