એન હેથવે અને ડકોટા જ્હોનસનનો કિસિંગ સીન ચર્ચામાં ‘હું આખી જિંદગી એનીને કિસ કરી શકું’ : ડાકોટા જૉનસન અમે બધાએ એકબીજાને કિસ કરી. કોઈ બીમાર ન પડ્યું એ જ એક ચમત્કાર છે : ડાકોટા જાેનસન એન હેથવે અને ડાકોટા જૉનસનની આગામી સાયકોલોજિકલ થ્રિલર વેરિટી રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે. ખાસ કરીને ફિલ્મમાં બંને અભિનેત્રીઓ વચ્ચેના કિસિંગ સીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. કોલિન હૂવરની બેસ્ટસેલિંગ નવલકથા પર આધારિત આ ફિલ્મ ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.તાજેતરમાં એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં ડાકોટાને એન હેથવે સાથેના ચર્ચિત કિસિંગ સીન વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેણે હળવા અંદાજમાં કહ્યું, “હું આખી જિંદગી એને કિસ કરી શકું, દરરોજ. તમને મારી જરૂર હોય તો હું ત્યાં જ છું.” આ વાત કહીને તેણે જાેસ હાર્ટનેટની હળવી રીતે માફી પણ માંગી હતી. એન હેથવેએ પણ ફિલ્મના ઇન્ટિમેટ સીન અંગે રમુજી કિસ્સો યાદ કરતાં કહ્યું, “અમે બધાએ એકબીજાને કિસ કરી. કોઈ બીમાર ન પડ્યું એ જ એક ચમત્કાર છે.”માઇકલ શૉલ્ટરના દિગ્દર્શનમાં બનેલી વેરિટીમાં ડાકોટા લૉવેન એશ્લેનું પાત્ર ભજવે છે. સંઘર્ષ કરી રહેલી લેખિકા લૉવેનને જાણીતી લેખિકા વેરિટી ક્રૉફર્ડની અધુરી બૂક સિરીઝ પૂરી કરવા માટે તક મળે છે. તે વેરિટાના પરિવારના ઘરે પહોંચ્યા બાદ એક એવી આત્મકથાત્મક પાંડુલિપિ શોધે છે, જેમાં ચોંકાવનારા ખુલાસા હોય છે.જેરેમી ક્રૉફર્ડના પાત્રમાં જાેસ હાર્ટનેટ છે. લૉવેન આ પરિવાર અને પાંડુલિપિના રહસ્યમાં વધુને વધુ ફસાતી જાય છે અને તેને સત્ય તથા કલ્પના વચ્ચેની રેખા અંગે સવાલો થવા લાગે છે.આ ફિલ્મ એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત વેરિટીનું ભારતમાં વિતરણ સોની પિક્ચર્સ રિલીઝિંગ ઇન્ટરનેશનલ કરશે.




