હેં, ‘હસબન્ડની ભરતી’! ૩૬ વર્ષની યુવતીએ પાર્ટનર શોધવા માટે ગૂગલ ફોર્મ બનાવ્યું સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે અનેક યુઝર્સ તેના વિચાર અને સ્પષ્ટતા માટે વખાણ કરી રહ્યા છે આજકાલ જીવનસાથી શોધવા માટે લોકો ડેટિંગ એપ્સ અને મેટ્રિમોનિયલ સાઇટ્સનો સહારો લે છે, પરંતુ અમેરિકાની ૩૬ વર્ષની એક મહિલાએ જીવનસાથી શોધવા માટે અનોખો રસ્તો અપનાવ્યો છે. નોર્થ કેરોલિનાના શાર્લાેટની રહેવાસી એરિન પેટરસને ‘હસબન્ડ એપ્લિકેશન’ નામથી ગુગલ ફોર્મ તૈયાર કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. તેનો આ વિચિત્ર પ્રયોગ એટલો વાયરલ થયો કે તેને ૨૪૦થી વધુ અરજી મળી હતી અને તેને આ ફોર્મને પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પિન પણ કર્યું હતું. આ મહિલાએ ફોર્મમાં સ્પષ્ટ લખ્યું કે તે એક સુંદર, સમજદાર, દયાળુ, વફાદાર અને ઉદાર વ્યક્તિને મળવા માંગે છે સાથે જ એવા વ્યક્તિની શોધમાં છે જે સારી વાતચીત કરવામાં રુચિ ધરાવતો હોય. એરિનનું કહેવું છે કે તેણે જીવનસાથી શોધવા માટે ડેટિંગ એપ્સનો ઉપયોગ કર્યાે હતો, પરંતુ ખાસ પરિણામ નહીં મળતાં તેને આ પ્રયોગ કર્યાે હતો. લોકો સાથે અનેકવાર મુલાકાત પણ થતી હતી, પરંતુ જીવન સંબંધિત રિલેશન લઈને તેનો સ્પષ્ટ વિચાર જાેવા મળતો નહોતો. તેથી તેણે આ રસ્તો અપનાવ્યો હતો. ફોર્મમાં ઉમેદવારોની કારકિર્દી, રોજિંદી જીવનશૈલી, વ્યક્તિગત આદતો, લગ્ન અંગેના વિચારો, પરિવારને લઈને અપેક્ષાઓ અને લાંબા ગાળાના સંબંધ અંગેના લક્ષ્યો વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા છે. એટલે કે એરિન માત્ર દેખાવ કે પ્રોફાઇલ જાેઈને નહીં, પરંતુ જીવનસાથી તરીકે વ્યક્તિની પસંદગી અને વિચારો સમજવા માગે છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે અનેક યુઝર્સ તેના વિચાર અને સ્પષ્ટતા માટે વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ રીત બોલ્ડ અને નવી છે. અન્ય યુઝરે લખ્યું કે આશા છે તમને સાચો પ્રેમ કરવાવાળો અને દેખરેખ રાખનારો સાથી મળે. એરિનના આ અનોખા પ્રયોગ પર સોશિયલ મીડિયા પર પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે. કેટલાક લોકોએ તેને મજેદાર અને ક્રિએટિવ ગણાવ્યો છે, તો કેટલાકે પોતાના માટે પણ આવું ફોર્મ બનાવવાની વાત કરી છે.




