મોદી ગાંધી જયંતિના અવસરે રાજઘાટ પહોંચ્યા મહાત્મા ગાંધીની ૧૫૭મી અને શાસ્ત્રીજીની ૧૨૨મી જન્મજયંતિ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિના અવસરે નવી દિલ્હીના રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ૨ ઓક્ટોબરે મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો.
રાજઘાટ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ગાંધીજીના સત્ય, અહિંસા, શાંતિ અને સેવા જેવા મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઁસ્ મોદી વિજય ઘાટ પહોંચ્યા હતા અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર નમન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે દુનિયાના અનેક ભાગોમાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે મહાત્મા ગાંધીનો શાંતિ અને અહિંસાનો સંદેશ આજે વધુ પ્રાસંગિક બન્યો છે.
ગાંધી જયંતિ ભારત માટે મહત્વનો રાષ્ટ્રીય દિવસ છે. દર વર્ષે ૨ ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાજઘાટ ખાતે યોજાતી પ્રાર્થના સભા દરમિયાન સર્વધર્મ પ્રાર્થનાઓ દ્વારા ગાંધીજીના વિચારો અને જીવનમૂલ્યોને યાદ કરવામાં આવે છે. આ દિવસને વિશ્વ સ્તરે પણ અહિંસાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૦૦૭માં ૨ ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો હતો.
વડાપ્રધાન મોદી અગાઉ પણ ગાંધી જયંતિના અવસરે ગાંધીજીના જીવન અને વિચારોને યાદ કરતા રહ્યા છે. ૨૦૨૫માં તેમણે ગાંધીજીના સત્ય, અહિંસા, સેવા અને કરુણાના સંદેશને યાદ કરીને કહ્યું હતું કે તેમના આદર્શો દેશની વિકાસયાત્રામાં માર્ગદર્શન આપતા રહેશે. આજે ગાંધી જયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશના મહાનુભાવોએ મહાત્મા ગાંધીને યાદ કરીને તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગાંધીજીના વિચારો ખાસ કરીને સત્ય, અહિંસા, સ્વચ્છતા, સ્વદેશી અને સેવા સાથે જાેડાયેલા રહ્યા છે અને ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં આ મૂલ્યોને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.




