ઝેપોરિઝ્ઝિયામાં રશિયાનો જવાબી હુમલો રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં હવે ઊર્જા માળખા ઉપરાંત પોર્ટ અને સમુદ્રી શિપિંગ પણ મહત્વનું નિશાન બની રહ્યા છે
રશિયા પર યુક્રેનનો ૯૦૦ ડ્રોનથી મોટો હુમલો! મોસ્કોના ફ્યુઅલ ડેપોમાં આગ, ઝેપોરિઝ્ઝિયામાં રશિયાનો જવાબી હુમલો. મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર ડ્રોન હુમલાઓને કારણે તણાવ વધ્યો છે. યુક્રેને રશિયાના વિવિધ વિસ્તારોને નિશાન બનાવી આશરે ૯૦૦ ડ્રોન છોડ્યા હોવાનો રશિયન દાવો છે. બીજી તરફ, યુક્રેનના દાવા અને સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર કેટલાક ડ્રોન મોસ્કો વિસ્તારમાં આવેલા મહત્વના ઇંધણ માળખા સુધી પહોંચ્યા હતા.મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર ડ્રોન હુમલાઓને કારણે તણાવ વધ્યો છે. યુક્રેને રશિયાના વિવિધ વિસ્તારોને નિશાન બનાવી આશરે ૯૦૦ ડ્રોન છોડ્યા હોવાનો રશિયન દાવો છે. બીજી તરફ, યુક્રેનના દાવા અને સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર કેટલાક ડ્રોન મોસ્કો વિસ્તારમાં આવેલા મહત્વના ઇંધણ માળખા સુધી પહોંચ્યા હતા. મોસ્કો નજીકના એક ફ્યુઅલ ડેપોમાં હુમલા બાદ આગ લાગી હોવાના અહેવાલ છે. સાથે જ રશિયાએ પણ યુક્રેનના ઝેપોરિઝ્ઝિયા સહિતના વિસ્તારોમાં જવાબી હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે.રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર યુક્રેન દ્વારા છોડવામાં આવેલા મોટા ભાગના ડ્રોનને રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ નષ્ટ કરવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સેરગેઇ સોબ્યાનીને દાવો કર્યાે કે સોમવારથી મંગળવાર દરમિયાન મોસ્કો પ્રાંતને નિશાન બનાવી આશરે ૬૫૦ ડ્રોન છોડવામાં આવ્યા હતા. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટા ભાગના ડ્રોનને અટકાવી દેવામાં આવ્યા હતા, જાેકે કેટલાક હુમલાઓને કારણે સ્થાનિક સ્તરે નુકસાન થયું હોવાના અહેવાલો છે. યુક્રેન છેલ્લા કેટલાક સમયથી રશિયાના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે તેવા લાંબા અંતરના ડ્રોનનો ઉપયોગ વધારી રહ્યું છે. મોસ્કોને અગાઉ પણ મોટા પાયે ડ્રોન હુમલાનું નિશાન બનાવવામાં આવ્યું હતું.સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર મોસ્કો વિસ્તારમાં એક પેટ્રોલ-ડીઝલ અથવા ઇંધણ ડેપો પર ડ્રોન હુમલો થયો હતો, જેના પગલે આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જાેકે આવા યુદ્ધકાળના દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવી મુશ્કેલ હોય છે. યુક્રેન અગાઉથી જ રશિયાના તેલ મથકો, રિફાઇનરીઓ અને ઇંધણના સંગ્રહ કેન્દ્રોને નિશાન બનાવી રહ્યું છે. યુક્રેનિયન અધિકારીઓનો દાવો છે કે રશિયાની તેલ શુદ્ધિકરણ ક્ષમતાના મોટા હિસ્સાને અસર પહોંચાડવામાં આવી છે. આ હુમલાઓનો મુખ્ય હેતુ રશિયાની ઇંધણ સપ્લાય અને લશ્કરી લોજિસ્ટિક્સ પર દબાણ વધારવાનો હોવાનું યુક્રેન તરફથી કહેવામાં આવ્યું છે.બીજી તરફ રશિયાએ પણ યુક્રેનના વિવિધ વ્યૂહાત્મક વિસ્તારોને નિશાન બનાવી હુમલા કર્યા હોવાના અહેવાલ છે. ખાસ કરીને ઝેપોરિઝ્ઝિયા વિસ્તારમાં ડીનીપ્રો નદી પરના બ્રિજ અને અન્ય પરિવહન માળખા પર હુમલાની માહિતી સામે આવી છે. કેટલાક બ્રિજને નુકસાન થતાં ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હોવાનું જણાવાયું છે. રશિયન હુમલાઓ દરમિયાન રહેણાંક ઇમારતોને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે અને પાંચ લોકો ઘાયલ થયા હોવાનું યુક્રેનિયન પક્ષ તરફથી જણાવાયું છે. બંને દેશો એકબીજાના પરિવહન અને લોજિસ્ટિક્સ માળખાને નિશાન બનાવી રહ્યા હોવાથી યુદ્ધનું ક્ષેત્ર હવે વધુ વ્યાપક બની રહ્યું છે.




