(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશભરમાં મોંઘવારી, બેકારી, કથળેલી શિક્ષણ વ્યવસ્થા ઉપરાંત મહિલાઓ ઉપર વધી રહેલા બળાત્કારો તેમજ પોલીસ સ્ટેશનોમાં નહિ નોંધાતી ફરિયાદોથી ત્રાસેલી પ્રજા હવે લાચાર દશામાં છે. ન્યાય તંત્રમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર, અને નઘરોળ બનેલી કેન્દ્ર સરકાર ને માત્ર ને માત્ર ખુરશી એક કરવા સિવાય બીજો કોઈ એજન્ડા જ નથી. એ પ્રમાણે સરકાર હવે પોતાની ખુરશી બચાવવા રીતસર ના જાણે કે હવાતિયા મારી રહી હોય વધુ બે દાયકા શાસન પર ચીપકી રહેવા, મતદાર યાદી માટે કાઢેલું ફોર્મ-૬ નામનું આ ગતકડું દેશભર માં SIR વિવાદનું કેન્દ્ર બની ગયું છે. કારણ કે ચોક્કસ પક્ષ કે નેતાઓને લાભ આપવા માટે ચૂંટણી પ્રક્રિયામાં ચેડાં કરવામાં આવ્યા હોવાનો લોકોનો આરોપ કંઈક અંશે સત્ય સાબિત થઈ રહ્યો હોય એમ હાલ તો લાગી રહ્યું છે.
જ્યારથી મતદાર યાદીનું ખાસ સઘન સુધારણા (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) SIR શરૂ થયું, ત્યારથી આ પ્રક્રિયા જે રીતે હાથ ધરવામાં આવી રહી છે અને તેના અમલીકરણની જે ગતિ છે તેને લઈને વિવાદો માં ઘેરાયેલી સરકાર હાલ પ્રજાના આક્રોશનો ભોગ બની ને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનું રાજીનામું માંગી રહી છે.
અહીં ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને કાયદાકીય નિષ્ણાતોના એક જૂથ દ્વારા રજૂ કરાયેલા દાવા પ્રમાણે SIR હેઠળ અંદાજે ૧૩ કરોડ થી ૧૫ કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે રદ કરવામાં આવ્યા છે.
જાણકારોનું અનુમાન છે કે તમામ રાજ્યોમાં આ કસરત પૂર્ણ થયા પછી ભારતીય પુખ્ત વયની વસ્તી અને સત્તાવાર મતદારો વચ્ચેનો કુલ તફાવત ૧૫ કરોડને વટાવી શકે છે. તેનો અર્થ એ થયો કે, ૧૩ થી ૧૫ કરોડ લોકોના નામ રદ કરવામાં આવ્યા છે.
આમ મતદાર યાદીમાંથી નામ નીકળી જવાથી સામાજિક લાભોના નવીકરણમાં સરકારી અડચણો ઊભી થઈ શકે છે. તે સિવાય સામાન્ય નિયમો હેઠળ, હયાત મતદારને અયોગ્ય ઠેરવવા માટેના કારણો સત્તાતંત્ર કે વાંધો ઉઠાવનાર વ્યક્તિએ સાબિત કરવા પડે છે.
પરંતુ SIRના અમલીકરણમાં એવો પણ આક્ષેપ છે કે યોગ્યતા સાબિત કરવાની જવાબદારી નાગરિક પર છે, એટલે કે મતદારે સાબિત કરવું પડશે કે એ સાચો મતનો હક્કદાર છે. આમ કરે કોણ? અને ભરે કોણ?’ ઊલટો ચોર કોટવાલને દાંટે
એ આનું નામ. જ્યારે ખરેખર જે કોઈ વ્યક્તિ કે તંત્ર મતદારને અયોગ્ય ઠેરવે છે તો એણે મતદારને કારણ આપવું પડે કે આ કારણસર તમારું નામ બાકાત છે.




