(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશની સર્વોચ્ચ ન્યાયસંસ્થા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ દ્વારા પોલીસો ને શીખ (સલાહ) આપવામાં આવી છે કે તમારે (પોલીસો) એ ગેરસામાજિક તત્વોના દિમાગ માં એક ડર જન્માવવાની જરૂર છે. અને પરિસ્થિતિ ની ડિમાન્ડ હોય તો તમે થોડાં વધુ આકડા પગલા લેતા પણ અચકાશો નહી, હા, કેટલાક લોકો આર્ટિકલ ૨૧ લઇને ઊહાપોહ કરશે, પણ તમતમારે જરૂર મુજબના પગલાં લો.
ગુનેગારો ને એ અહેસાસ કરાવવો જોઇએ કે એ લોકો ગુનો કરવાની કોશિશ કરશે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવાં પડશે. તેમના મનમાં ઠસી જવું જોઇએ કે હવે કંઇ પણ (આડું અવળું) કર્યું તો સમજો આપણે મરી ગયા.આ ઉપરાંત શીખ (સલાહ) એટલા માટે આપવામાં આવી છે કે દેશની રાજધાની દિલ્હી માં તાજેતરમાં બનેલી બળાત્કારની ઘટનાઓને કારણે છેલ્લા એક મહિનામાં જ બળાત્કારના કેટલા બધા કિસ્સાઓ સપ્ટેમ્બર ની શરૂઆત માં નોએડા થી દિલ્હી જતી સ્લીપર બસના કોચમાં ચાલતી બસે એક ટીનેજર પર સામૂહિક બળાત્કાર,૧૦ સપ્ટેમ્બરે દિલ્હીના સ્વરૂપનગર વિસ્તાર માં એક કિશોરી પર ફરી આવું જ સામૂહિક દુષ્કર્મ અને હત્યા. ૧૬ સપ્ટેમ્બરે દુકાનમાં સ્ટેશનરી ખરીદવા ગયેલી એક કિશોરીનું જાતીય શોષણ. પોતે પોલીસના માણસો હોવાનું જણાવીને ૩ માણસોએ ૨૧ સપ્ટેમ્બરે કાલકાજી વિસ્તારમાં આસ્થાગુંજ પાર્કમાં ફરવા ગયેલી ૧૭ વર્ષની એક કિશોરી અને તેના બોયફ્રેન્ડને ડરાવ્યાં ધમકાવ્યાં અને છોકરીને એકલીને સાથે ત્રણે એ દુષ્કર્મ કર્યું. દુઃખ સાથે લખવું પડે છે કે આવી તો કેટલીય ઘટનાઓ બનતી હશે જે બહાર જ નહીં આવતી હોય.
અને આ ભયાનક ઘટનાઓની ગંભીર નોંધ લઇને જ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ ઉપરોક્ત કડક ચેતવણી ઉચ્ચારવી પડી હતી.




