૫૦૦થી વધુ લોકોની પોલીસે કરી અટકાયત વિરોધ પ્રદર્શન પહેલા જ ધ્રુવ રાઠીને તેના ઘરેથી ઉઠાવી ગઈ પોલીસ કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ દિલ્હી પોલીસે આકરા પગલા લેવા માંડ્યા હતા કોકરોચ જનતા પાર્ટીએ આજે દિલ્હીના જંતર મંતર પર જ્ઞાનેશકુમાર પર મતચોરીનો આરોપ લગાવીને રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરેલું છે. આજે દિલ્હી છાવણી બની ગઈ છે. સુરક્ષા જાળવી રાખવા માટે વિસ્તારમાં કલમ ૧૬૩ (BNS) લાગૂ કરાઈ છે. ભારે સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરાયા છે. દિલ્હીમાં પોલીસે સંપૂર્ણ રીતે કિલ્લેબંધી કરી છે. ૨૦,૦૦૦ પોલીસકર્મીઓ અને ૨૩૦૦૦ CAPF ના જવાન જંતર મંતર અને આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે.
આ બધા વચ્ચે કોકરોચ જનતા પાર્ટીએ એવો દાવો કર્યો છે કે તેમના સમર્થક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીને પોલીસે ગુરુગ્રામથી ડીટેન કરવામાં આવ્યો છે. આવામાં એક જ પોસ્ટમાં સીજેપીએ એવું પણ લખ્યું કે તાનાશાહી યોગ્ય નથી. મોદી સરકાર આટલી તાનાશાહી યોગ્ય નથી, જનતા જરૂર જવાબ આપશે. એક રિપોર્ટ મુજબ ધ્રુવ રાઠીને દિલ્હી પોલીસની ટીમે તેમના સેક્ટર ૫૬ સ્થિત કેન્દ્રીય વિહારના ઘરેથી અટકાયત કરી. તે વખતે તેમના માતા પણ ઘરમાં હતા.
આ સાથે જંતર મંતર જઈ રહેલા અનેક દેખાવકારોની પોલીસે અટકાયત કરી છે.
પોલીસે જંતર મંતર અને સંસદ માર્ગ પાસે પ્રોટેસ્ટ સાઈટ પર જઈ રહેલા લોકોને ડીટેન કર્યા છે. કારણ કે આ પ્રદર્શનને પોલીસની મંજૂરી નથી.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની માંગણી સાથે શનિવારે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન પહેલા દિલ્હીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત જાેવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળોમાં હજારો જવાનોની તૈનાતી કરાઈ છે. દિલ્હીના કેટલાક વિસ્તારો છાવણીમાં ફેરવાઈ ગઈ છે. દિલ્હીના ૪૫ જેટલા મેટ્રો સ્ટેશનો બંધ છે. દિલ્હી આવનારી અને જનારી અનેક ટ્રેનો બંધ છે. જંતર મંતર આસપાસના ૪ કિમીમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. પોલીસે મંડી હાઉસ તરફ જનારી ફિરોઝ શાહ રોડ ઉપર પણ બેરિકેડ્સ લગાવી દીધા છે. જનપથ ગોલ ચક્કર પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે.
દિલ્હી પોલીસના સેકડો જવાનો શરીર પર કેમેરા લગાવીને ફરી રહ્યા છે. કોઈ પણ પ્રકારના અનિચ્છનિય બનાવો કેમેરામાં કેદ થઈ શકે. દિલ્હી પોલીસના એક જવાને જણાવ્યું કે આ બોડી કેમેરા અમારી અને બીજાની સુરક્ષા માટે છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણીને લઈને ઘમાસાણ મચ્યું છે. જંતર મંતર પાસે ડ્રોનથી નિગરાણી થઈ રહી છે. જામિયાન ગર સહિત દિલ્હીના અનેક વિસ્તારોમાં ઈમરજન્સી ચેકિંગ અભિયાન ચાલુ છે.




