(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ભારત માં અત્યારે એક કહેવત સાર્થક થતી દેખાય છે કે બોલે એના બોર વેચાય એવો માહોલ દેશની રાજધાની દિલ્હીમાં દેખાઈ રહ્યો છે. કારણ કે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં માટે કોકરોચ જનતા પાર્ટી એ શરૂ કરેલું આંદોલન તેમજ હવે ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને હટાવવા વિપક્ષોએ શરૂ કરેલા આંદોલન ની વિશેષતા એ છે કે યુવતીઓએ આંદોલન નો તખ્તો ગરમ રાખવામાં વિશેષ અગ્રેસર ભૂમિકા ભજવી છે. એગ્રેસીવ (જુસ્સાદાર) બનીને બોલી શકતી યુવતીઓ માટે વર્તમાન આંદોલન વરસાદ સાથેની ફળદ્રુપ જમીન સમાન છે. આતો વાત થઈ યુવતીઓના બિન્દાસ ચહેરાની કેમેરા સામેની ઝલક.
હવે વાત છે ભારતના રાજકારણમાં સગાવાદ ચરમસીમા એ છે એની. કોંગ્રેસ અને તમામ પ્રાદેશિક પક્ષો સગાવાદમાં રાચે છે. જેના કારણે અખિલેશ યાદવ કે ઉદ્ધવ ઠાકરે જેવાને તૈયાર રાજકીય ભાણું મળી જાય છે. આ લોકો પોતાના પક્ષમાં નંબર ટુ ને ઊભા થવા દેતા નથી. જેના કારણે રાજકીય તખ્તા પર નવા નેતાઓ ભાગ્યે જ આગળ આવતા હોય છે.
આમ હવેના સમયમાં રાજકારણમાં આગળ વધવા મથતી યુવતીઓ માટે હાલમાં ફળદ્રુપ માહોલ જોવા મળે છે. ભારતના રાજકારણમાં આંદોલનમાંથી જન્મેલા રાજકીય નેતાઓ અનેક છે. પરંતુ તેમાં મહિલાઓને બહુ ઓછો ચાન્સ મળ્યો છે. મમતા બેનરજી અને સુષ્મા સ્વરાજ જેવા ચહેરા આંદોલનમાંથી તૈયાર થઈને રાજકીય તખ્તા પર આવ્યા હતા. જ્યારે હાલના આંદોલનમાંથી પણ નેહા બોરા, જન્નત બિશ્નોઈ, રિહા યાદવ અને રુચિકા સિંહ જેવી યુવતીઓ ઉભરી રહી છે. એ જ બતાવે છે કે નારી તું ના હારી?




