બેંગલુરુ સ્થિત ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક Oben એ તેની સસ્તું ઇલેક્ટ્રિક મોટરસાઈકલ Oben Rorr EZ લોન્ચ કરી છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલને ત્રણ વેરિઅન્ટમાં લૉન્ચ કરી છે, જેની કિંમત માત્ર રૂ. 89,999 (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.
કંપનીએ આ બાઇકને પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે જે માત્ર થોડા સમય માટે જ લાગુ છે. એટલે કે આ આકર્ષક કિંમત મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો તેને ઓનલાઈન બુક કરી શકે છે અથવા રૂ. 2,999ની બુકિંગ રકમ સાથે તેમની નજીકની ડીલરશીપ પર જઈને બુક કરી શકે છે. કંપનીએ એ પણ માહિતી આપી છે કે ગ્રાહકોને તેની ટેસ્ટ રાઇડ્સ અને ડિલિવરી માટે વધુ રાહ જોવી પડશે નહીં.
ઓબેન રોર ઇઝેડની ડિઝાઇન અને સુવિધાઓ
Oben Rorr EZ ઈલેક્ટ્રિક બાઇક ચાર રંગોમાં લૉન્ચ કરવામાં આવી છે જેમાં Electro Amber, Serge Cyan, Lumina Green અને Photon White સામેલ છે. આ બાઇક ARX ફ્રેમવર્ક પર બનેલ છે અને તે નિયો-ક્લાસિક ડિઝાઇન ધરાવે છે, જેમાં આગળની બાજુએ રાઉન્ડ LED હેડલાઇટ, ફ્લોટિંગ ડિજિટલ ક્લસ્ટર અને આકર્ષક ગ્રાફિક્સનો સમાવેશ થાય છે.
ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં LED ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, UBA, જિયો-ફેન્સિંગ, થેફ્ટ પ્રોટેક્શન અને DAS જેવા ફીચર્સ સામેલ છે. આ ઈ-બાઈક ત્રણ ડ્રાઈવ મોડમાં આવે છે – ઈકો, સિટી અને હેવોક. ઓબેનનો દાવો છે કે બેટરીને 80% સુધી ચાર્જ કરવામાં માત્ર 45 મિનિટનો સમય લાગે છે. ગ્રાહકો 5 વર્ષ અથવા 75,000 કિલોમીટર સુધીના વ્યાપક વોરંટી પેકેજની પસંદગી પણ કરી શકે છે.
તેની અન્ય મુખ્ય વિશેષતાઓમાં મલ્ટી-સ્પોક એલોય વ્હીલ્સ, ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન, પાછળનું મીની શોક સેટઅપ, LED ટેલલાઇટ્સ અને બંને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સનો સમાવેશ થાય છે.
બેટરી, મોટર અને રેન્જ
બેટરી અને મોટર વિશે વાત કરીએ તો, આ ઈ-બાઈક ત્રણ બેટરી વિકલ્પો સાથે આવે છે – 2.6 kWh, 3.4 kWh અને 4.4 kWh. તેમાં LFP બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કંપનીની પેટન્ટ ટેક્નોલોજી સાથે આવે છે. ત્રણેય વેરિઅન્ટની મહત્તમ સ્પીડ 95 kmph છે અને તે માત્ર 3.3 સેકન્ડમાં 0-40 kmph થી વેગ આપે છે. આ બાઇક ફુલ ચાર્જ થવા પર 175 કિમીનું અંતર કાપવાનો દાવો કરે છે.