Royal Enfield Classic-350:Royal Enfieldએ તેની લોકપ્રિય બાઇક Classic 350માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ બાઇકનો ક્લાસિક લુક તો એવો જ છે, પરંતુ હવે તેમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. નવા ક્લાસિક 350માં LED લાઇટ્સ, એડજસ્ટેબલ લિવર્સ, ગિયર પોઝિશન ઇન્ડિકેટર અને USB-C ચાર્જિંગ પોર્ટ છે. આ સિવાય હવે એલોય વ્હીલ્સ અને ટ્યૂબલેસ ટાયરનો વિકલ્પ પણ કેટલાક વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ હશે, જે બાઇકને થોડો આધુનિક દેખાવ આપે છે. ચાલો તેની અન્ય વિશેષતાઓ વિશે વિગતવાર જાણીએ.
એન્જિન પાવરટ્રેન
આ બાઇકમાં પહેલા જેવું જ 349cc સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 20.2hp પાવર અને 27 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
નવી ક્લાસિક 350 5 થીમ હેરિટેજ, હેરિટેજ પ્રીમિયમ, સિગ્નલ્સ, ડાર્ક અને એમરાલ્ડમાં રજૂ કરવામાં આવી છે. આમાં ઘણા નવા કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. હેરિટેજ વેરિઅન્ટમાં જોધપુર બ્લુ અને મદ્રાસ રેડ કલર વિકલ્પો ઉપલબ્ધ હશે, જ્યારે મેડલિયન બ્રોન્ઝ કલર હેરિટેજ પ્રીમિયમમાં ઉપલબ્ધ હશે. કમાન્ડો સેન્ડ કલર સિગ્નલ્સ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે.
ડાર્ક વેરિઅન્ટમાં ગન ગ્રે અને સ્ટેલ્થ બ્લેક કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. એમરાલ્ડ વેરિઅન્ટમાં ગ્રીન કલરનો વિકલ્પ ઉપલબ્ધ હશે. ટ્રીપર નેવિગેશન પોડ ડાર્ક અને એમેરાલ્ડ વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ તરીકે પ્રદાન કરવામાં આવશે, જ્યારે એમરાલ્ડ વેરિઅન્ટમાં એડજસ્ટેબલ ફૂટ રેસ્ટ અને LED ઈન્ડિકેટર્સ પણ મળશે.
ટોપ વેરિઅન્ટમાં ડ્યુઅલ ચેનલ ABS
બાઇકમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને ટ્વીન ગેસ ચાર્જ્ડ રિયર શોકર્સ છે. બ્રેકિંગ સિસ્ટમમાં, આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક આપવામાં આવી શકે છે, જ્યારે ટોપ વેરિઅન્ટમાં પાછળના ભાગમાં ડિસ્ક બ્રેક અને ડ્યુઅલ ચેનલ ABS મળશે.
નવી ક્લાસિક 350 કિંમત
નવા ક્લાસિક 350ની કિંમત જૂના મોડલ કરતાં થોડી વધારે હશે. વર્તમાન ક્લાસિક 350ની કિંમત રૂ. 1.93 લાખ અને રૂ. 2.2 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. જોકે, વાસ્તવિક કિંમત લોન્ચિંગ સમયે જ જાણી શકાશે.