
સોનાના વાયદામાં રૂ.626 અને ચાંદીના વાયદામાં રૂ.3082ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.51 તેજ કોમોડિટી વાયદાઓમાં રૂ.22620.28 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.190706.93 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13389.72 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.213327.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22620.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.190706.93 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2039.89 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13389.72 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.159498ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159498 અને નીચામાં રૂ.158816ના મથાળે અથડાઈ, રૂ.159606ના આગલા બંધ સામે રૂ.626 ઘટી રૂ.158980 થયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.323 ઘટી રૂ.127457ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.54 ઘટી રૂ.15945ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.505 ઘટી રૂ.158500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.158650ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159051 અને નીચામાં રૂ.158281ના સ્તરને સ્પર્શી, રૂ.159066ના આગલા બંધ સામે રૂ.513 ઘટી રૂ.158553 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.273800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.275225 અને નીચામાં રૂ.271566ના મથાળે અથડાઈ, રૂ.274883ના આગલા બંધ સામે રૂ.3082 ઘટી રૂ.271801ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.2392 ઘટી રૂ.276196ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.2462 ઘટી રૂ.276132ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 4780.78 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.4.95 ઘટી રૂ.1340.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત મે વાયદો રૂ.2.45 વધી રૂ.369.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો 65 પૈસા વધી રૂ.387.4ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો કોઈ ફેરફાર વગર રૂ.203.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 4377.95 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4772ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4807 અને નીચામાં રૂ.4712ના સ્તરને સ્પર્શી, રૂ.26 વધી રૂ.4798 થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.9415ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.9555 અને નીચામાં રૂ.9330ના મથાળે અથડાઈ, રૂ.9342ના આગલા બંધ સામે રૂ.51 વધી રૂ.9393ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.54 વધી રૂ.9393 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.9 ઘટી રૂ.287.2 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.2.8 ઘટી રૂ.287.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.986ના ભાવે ખૂલી, રૂ.2.5 ઘટી રૂ.981ના સ્તરે પહોંચ્યો હતો. એલચી મે વાયદો કિલોદીઠ રૂ.2722ના ભાવે ખૂલી, રૂ.1 ઘટી રૂ.2722ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6583.70 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6806.03 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 3868.14 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 392.87 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 22.87 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 492.21 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 25.45 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 3129.01 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1223.49 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.03 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.27 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9820 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 62562 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 20628 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 315780 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 46241 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 10253 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 25599 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 80537 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1973 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17728 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23759 લોટના સ્તરે રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.9500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.10.5 વધી રૂ.709.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.45 ઘટી રૂ.1.1ના ભાવે બોલાયો હતો.
સોનું મે રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.482.5 ઘટી રૂ.918 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.280000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1642.5 ઘટી રૂ.1745ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.1350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4.24 ઘટી રૂ.1.25 થયો હતો. જસત મે રૂ.420ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 3 પૈસા ઘટી રૂ.0.01 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ.9500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.3.9 વધી રૂ.718.65 થયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.45 ઘટી રૂ.1.1ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.443.5 ઘટી રૂ.978ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.316.5 ઘટી રૂ.309ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.12 વધી રૂ.235 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.285ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 15 પૈસા ઘટી રૂ.1.6 થયો હતો.
સોનું મે રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.44 ઘટી રૂ.261.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી મે રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.102 ઘટી રૂ.217.5 થયો હતો. તાંબું મે રૂ.1340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.38 ઘટી રૂ.4.32ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 25 પૈસા ઘટી રૂ.0.05ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ.9400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.8.8 વધી રૂ.813.65ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.285ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.1.7 થયો હતો. સોનું-મિની મે રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.109 ઘટી રૂ.420ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.270000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.458.5 ઘટી રૂ.1588 થયો હતો.





