Windfall Tax : કેન્દ્ર સરકારે દેશમાં ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ 6,000 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 7,000 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. આ ટેક્સ સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED)ના રૂપમાં વસૂલવામાં આવે છે. આ સિવાય ડીઝલ, પેટ્રોલ, એવિએશન ફ્યુઅલ (ATF) પર SAEDને ‘શૂન્ય’ પર યથાવત રાખવામાં આવ્યું છે.
ભારતે પહેલીવાર 1 જુલાઈ, 2022ના રોજ વિન્ડફોલ પ્રોફિટ પર ટેક્સ લાદ્યો. આ પછી ભારત એવા દેશોમાં સામેલ થઈ ગયું જેઓ એનર્જી કંપનીઓના વધુ પડતા નફા પર ટેક્સ લગાવે છે. પાછલા બે અઠવાડિયામાં તેલના સરેરાશ ભાવના આધારે દર પખવાડિયાએ ટેક્સના દરોની સમીક્ષા કરવામાં આવે છે.