Business News : ભારત અને બ્રિટન બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા માટે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) માટે આ મહિને વાટાઘાટોનો આગામી રાઉન્ડ યોજશે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત FTA વાટાઘાટો જાન્યુઆરી 2022માં શરૂ થવાની હતી. બંને દેશોમાં ચૂંટણીના કારણે 14મા રાઉન્ડની વાતચીત અટકી પડી હતી. એક અધિકારીનું કહેવું છે કે બંને દેશો એકબીજાના સંપર્કમાં છે.
બ્રિટિશ વડા પ્રધાન કિઅર સ્ટારમરે શનિવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. બંને નેતાઓ પરસ્પર ફાયદાકારક એફટીએ પૂર્ણ કરવા માટે કામ કરવા સંમત થયા હતા. ભારતીય ઉદ્યોગ આઇટી અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં તેના કુશળ વ્યાવસાયિકો માટે બ્રિટિશ બજારોમાં વધુ પહોંચની માંગ કરી રહ્યો છે અને શૂન્ય કસ્ટમ ડ્યુટી પર ઘણા માલસામાન માટે બજાર ઍક્સેસની માંગ કરી રહ્યો છે. બીજી તરફ બ્રિટન સ્કોચ વ્હિસ્કી, ઈલેક્ટ્રિક વાહનો, ચોકલેટ અને અન્ય કેટલીક વસ્તુઓ પરની આયાત ડ્યૂટી ઘટાડવાની માંગ કરી રહ્યું છે.
યુકે ટેલિકોમ્યુનિકેશન, કાનૂની અને નાણાકીય સેવાઓ (બેન્કિંગ અને વીમા) જેવા ક્ષેત્રોમાં ભારતીય બજારોમાં વધુ તકો પણ શોધી રહ્યું છે. બંને દેશો દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર પણ વાટાઘાટો કરી રહ્યા છે. થિંક ટેન્ક GTRI (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ) અનુસાર, કરાર લગભગ અંતિમ સ્વરૂપે છે અને ભારતીય વ્યાવસાયિકો માટે વિઝાની સંખ્યા ઘટાડવા જેવા કેટલાક ગોઠવણો સાથે લેબર પાર્ટી તેને મંજૂરી આપે તેવી શક્યતા છે.