
RBI MPC Meet: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે 6 ઓગસ્ટથી શરૂ થયેલી MPC બેઠકના નિર્ણયોની જાહેરાત કરી છે. આ બેઠકમાં મોંઘવારી પર અંકુશ અને નાણાંનો પ્રવાહ વધારવા માટે રેપો રેટ સહિતના ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.
RBI ગવર્નરે કહ્યું કે આ વખતે પણ રેપો રેટને લઈને સમિતિમાં થયેલા વોટિંગમાં રેપો રેટને 4:2ના રેશિયો પર સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે રેપો રેટ 6.5 ટકા પર સ્થિર છે. આ સતત 9મી વખત છે જ્યારે રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો છે.રેપો રેટ ફેબ્રુઆરી 2023 થી સ્થિર છે.
