
અક્ષયે ગોલમાલ ૫ માટે ૧૮ દિવસ ફાળવ્યાઅક્ષયની ‘ભાગમ ભાગ ૨’નું શૂટ ઓગસ્ટમાં, માર્ચના અંતથી ‘ગોલમાલ ૫’ શરૂ કરશે મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો હતા કે, ભાગમ ભાગ ૨નું કામ હાલ માટે અટકાવવામાં આવ્યું છે.
અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો સૌથી વ્યસ્ત એક્ટર છે. તે ફરી એકવાર વ્યસ્ત શીડ્યુલ સાથે નવા પ્રોજેક્ટ્સમાં જાેડાવા તૈયાર છે. અક્ષયે ડિરેક્ટરઅનીસ બઝમીની ફેમિલી કોમેડી ફિલ્મનો મોટો હિસ્સો શૂટ કર્યા પછી થોડો બ્રેક લીધો હતો. હવે તે નવા પ્રોજેક્ટ માટે તૈયાર છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અક્ષય કુમાર માર્ચના અંતથી ગોલમાલ ૫નું શૂટિંગ શરૂ કરવાનો છે. એક સુત્રે જણાવ્યા અનુસાર, “અક્ષયે આ ફિલ્મ માટે ૧૮ દિવસ ફાળવ્યા છે. માર્ચના અંતથી શરૂ થતું આ શેડ્યુલ એક જ તબક્કામાં પૂરું હશે.”આ મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો હતા કે, ભાગમ ભાગ ૨નું કામ હાલ માટે અટકાવવામાં આવ્યું છે. તેનું કારણ નિર્માતા એકતા કપૂર અને અને દિગ્દર્શક રાજ શાંડિલ્ય વચ્ચે ચાલી રહેલી કાનુની લડાઈ છે. જાેકે, કેટલાંક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ સમયસર પર ફ્લોર પર જશે.
એક સુત્રે જણાવ્યું, “ભાગમ ભાગ ૨નું શૂટિંગ મૂળ માર્ચમાં ભારતમાં શરૂ થવાનું હતું. પરંતુ એકતા કપૂર અને રાજ શાંડિલ્યા વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઈને કારણે શેડ્યૂલ અટકી ગયું. કલાકારોની તારીખો પણ ગડબડ થઈ ગઈ અને હવે સૌને ફરી એકસાથે લાવવાની શક્યતા ઓગસ્ટમાં છે. ટીમ વર્ષના બીજા ભાગમાં શૂટિંગ ફરી ગોઠવવાનો પ્રયાસ કરી રહી છે અને આશા રાખે છે કે ત્યાં સુધી કાનૂની મુદ્દાઓ ઉકેલી લેવામાં આવશે.”સુત્રે વધુમાં ઉમેર્યું કે જાે અક્ષય કુમારને વચ્ચે થોડો સમય મળશે તો વચ્ચે એક અઠવાડિયાનું શૂટ પણ થઈ શકે છે. જાેકે માર્ચથી એપ્રિલ વચ્ચે શૂટ થનાર તમામ સંયુક્ત દૃશ્યો હવે ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યા છે. “હાલ માટે અક્ષયના બધા દિવસો બૂક છે, પરંતુ જાે કોઈ ખાલી સમય મળશે તો તે ‘ભાગમ ભાગ ૨’ની ટીમને થોડા દિવસ આપી શકે છે,” એમ સૂત્રે જણાવ્યું.આ વચ્ચે અક્ષય કુમાર પહેલા અનીસ બઝ્મીની આગામી ફિલ્મ ‘ગોલમાલ ૫’ તેમજ બીજી એક કોમેડી ફિલ્મનું કામ પૂરું કરશે અને ત્યારબાદ ‘ભાગમ ભાગ ૨’ના શૂટિંગમાં જાેડાશે.




