
અભિનેત્રી સતત બીજા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી કાન ફેસ્ટિવલમાં આલિયા પ્રશંસકો અને પાપારાજીની ભીડથી ઘેરાઈ આલિયા ભારતીય પ્રતિનિધીઓ સાથે કાર્યક્રમમાં પહોંચી હતી. આ પ્રસંગે તેણે ખાસ ડિઝાઈન થયેલી આઈવરી કલરની સાડી-ગાઉન ધારણ કરી હતી બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ૭૯માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. તેના અનેક લુક સામે આવી ચુક્યા છે. પરંતુ સામે આવેલા એક વીડિયોમાં જાેઇ શકાય છે કે તે પ્રશંસકો અને પાયારાજીની ભીડથી ઘેરાઈ જતાં પરેશાન થઈને રોષે ભરાઈ હતી. વીડિયો ભારત પેવેલિયનના ઉદઘાટન પ્રસંગનો છે. આલિયા ભારતીય પ્રતિનિધીઓ સાથે કાર્યક્રમમાં પહોંચી હતી. આ પ્રસંગે તેણે ખાસ ડિઝાઈન થયેલી આઈવરી કલરની સાડી-ગાઉન ધારણ કરી હતી. વીડિયોમાં જાેઈ શકાય છે કે પ્રશંસકો અને પાપારાજીની ભીડથી તે ઘેરાઇ જાય છે. સૌ આલિયા સાથે સેલ્ફી લેવા પ્રયાસ કરતા હોય છે. આરંભમાં તો આલિયા પ્રશંસકો સાથે વાતચીત કરવા રોકાઈ અને તેમને સેલ્ફી પણ લેવા દીધી હતી. પરંતુ પછી ભીડ વધવાલાગતાં તેને એમ કહેતી સાંભળી શકાય છે કે, ખસ, થઈ ગયું હવે? આલિયાના બોડીગાર્ડે તે પછી મામલો સાંભળી લીધો હતો. આલિયા ભટ્ટ ગયા વર્ષે પહેલીવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ વર્ષે સતત બીજા વર્ષે તે ફેસ્ટટિવલમાં પહોંચી છે. સામે આવી રહેલા અલગ અલગ લુકમાં અભિનેત્રી ખુબ સંદર લાગી રહી છે.





