
કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલીવુટનું એક સ્ટાર કપલ.આલિયાએ કેટરિનાના દિકરા માટે ખાસ ગિફ્ટ મોકલી.વિહાનને એક ક્યુટ ગિફ્ટ હેમ્પર મળ્યું, કેટરિના વિકીએ દિકરા વિહાનને મળેલી ગિફ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાે.બોલિવૂડનું સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ એક સ્ટાર કપલ છે. ગયા વર્ષે નવેમ્બરમાં તઓ માતા-પિતા બન્યાં છે અને તેમને દિકરાનો જન્મ થયો છે, જેનું નામ તેમણે વિહાન પાડ્યું છે. કેટરિના હાલ તેના દિકરા સાથે દિવસો માણી રહી છે, જ્યારે વિકી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ના શૂટમાં વ્યસ્ત છે. ત્યારે હવે આલિયાએ વિકી અને કેટરિનાના દિકરા વિહાન માટે એક ખાસ ગિફ્ટ મોકલી છે, આલિયા તરફથી વિહાનને એક ક્યુટ ગિફ્ટ હેમ્પર મળ્યું છે.
ગુરુવારે કેટરિનાએ પોતાના સોશિયલ મીડિયા પર આ ગિફ્ટની એક ઝલક બતાવી હતી. આ હેમ્પર આલિયાની કિડ્ઝવેરની બ્રાન્ડ એડેમામા તરફથી હતું. જેમાં એક સુંદર બોક્સમાં ઉનથી ગૂંથેલું આછું બ્લ્યુ નાનું બ્લૅન્કેટ છે અને એક નાનું ઉનથી ગૂંથેલું રમકડું પણ છે. કેટરિનાએ આ તસવીર પોસ્ટ કરીને તેને “એડોરેબલ” કહીને લખ્યું હતું, “થેંક યુ એડેમામા ફોર ધીઝ એડોરેબલ કડલ્સ.”આલિયા અને કેટરિના લાંબા સમયથી દોસ્ત છે. તેઓ એક જ જીમમાં કસરત માટે પણ જતાં હતાં. આ પહેલાં આલિયાએ કિઆરાને પણ આ રીતે ગિફ્ટ મોકલી હતી. આલિયાએ કિઆરાની દિકરી માટે પણ પોતાની બ્રાન્ડનું ગિફ્ટ હેમ્પર મોકલીને તેને એક મેસેજ પણ હાથથી લખીને મોકલ્યો હતો. આ ગિફ્ટ સાથે કિઆરાએ પણ સોશિયલ મીડિયા પર આલિયાનો આભાર માન્યો હતો. જ્યારે આલિયાની ફિલ્મની વાત કરવામાં આવે તો આલિયાની બે ફિલ્મ ટૂંક સમયમાં આવી રહી છે, યશરાજની સ્પાય યુનિવર્સની આલ્ફા અને ભણસાલીની લવ એન્ડ વોર. આમ તે પણ કેટરિનાની જેમ ફિલ્મ સાથે બિઝનેસની સફળતાની પણ મજા માણી રહી છે.




