
ડર અને કોમેડીનું અનોખું મિશ્રણ જાેવા મળશે. વામિકાએ ‘ભૂત બંગલા’માં બૉડી ડબલ વગર હાઈ-રિસ્ક ટ્રેન સ્ટન્ટ કર્યાે
પ્રિયદર્શન દ્વારા ર્નિદેશિત અને અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા આર કપૂર દ્વારા નિર્મિત ભૂત બંગલા ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થવાની છે.
જ્યારથી ભૂત બંગલાનું ટીઝર ઑનલાઇન લોંચ થયું ત્યારથી ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ઉત્સાહ સતત વધતો રહ્યો છે, આ ફિલ્મ ૧૪ વર્ષ બાદ અક્ષય કુમાર અને ર્નિદેશક પ્રિયદર્શનની ફરી જાેડી ફરી એક સાથે આવી છે. જેમાં ડર અને કોમેડીનું અનોખું મિશ્રણ જાેવા મળશે.હાલમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન, ફિલ્મનાં એક ગીતનાં શૂટમાંથી બૅકગ્રાઉન્ડ સીનમાંથી એક ક્ષણ ખાસ ધ્યાન ખેંચી રહી છે. પ્રોડક્શન સાથે જાેડાયેલા સુત્રોના જણાવ્યા મુજબ, વામિકા ગબ્બીએ એક પડકારજનક ટ્રેન સિક્વન્સ શૂટ કરી હતી, જેમાં તે દોડતી ટ્રેનનાં કિનારે ઊભી રહી હતી, એક એવું દ્રશ્ય જેને અક્ષય કુમાર સાથે ચોક્કસ સમયબદ્ધતા અને સંકલનની જરૂર હતી.સુત્રે જણાવ્યું, “વામિકાએ આ સિક્વન્સ માટે સંપૂર્ણપણે અક્ષય પર વિશ્વાસ મુક્યો અને કોઈ પણ વધારાની મદદ વગર તેને કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. બંને વચ્ચેનું સંકલન કેમેરા પર સહજ રીતે દેખાયું, જેના કારણે દ્રશ્ય ખૂબ જ સરળ અને કુદરતી લાગ્યું.”આ સિક્વન્સ હવે સેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે, જ્યાં ક્રૂ સભ્યોએ વામિકાનાં આત્મવિશ્વાસ અને બંને કલાકારો વચ્ચેની મજબૂત ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રીની પ્રશંસા કરી છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, તબુ અને રાજપાલ યાદવ સહિતની મજબુત કાસ્ટ જાેવા મળશે. પ્રિયદર્શન દ્વારા ર્નિદેશિત અને અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા આર કપૂર દ્વારા નિર્મિત ભૂત બંગલા ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થવાની છે.




