ગેરકાયદે બાંધકામ પર BMC એ લીધા કડક પગલાં અભિનેતા અજય દેવગનના બંગલા પર ચાલ્યું બુલડોઝર બંગલામાં ગેરકાયદેસર અને વગર પરવાનગીના બાંધકામ પર BMC ની ટીમે હથોડો ચલાવીને તેનો કેટલોક હિસ્સો તોડી પાડ્યો બોલિવૂડ એક્ટર અજય દેવગન ‘દ્રશ્યમ ૩‘ના બોક્સ ઓફિસ રેકોર્ડને લઈને ચર્ચામાં છે, પરંતુ આજે બોલિવૂડ એક્ટર અજય દેવગન કાનૂની અને પ્રશાસનિક મોરચે મુશ્કેલીમાં મુકાયા છે. મુંબઈના જુહુ વિસ્તારમાં આજે સુપરસ્ટાર અજય દેવગનના બંગલા પર BMC એ બુલડોઝર ચલાવ્યું છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ જુહુ સ્થિત તેમના બંગલાના કેટલાક હિસ્સાને તોડી નાખ્યા છે. આક્ષેપ છે કે, અહીં જરૂરી મંજૂરી વિના નિર્માણ અને ફેરફારો કરવામાં આવી રહ્યા હતા. આ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કામ રોકવાની નોટિસ પણ જારી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બીએમસી દ્વારા ‘સ્ટોપ-વર્ક‘ નોટિસ જારી કર્યાના થોડા દિવસો પછી કરવામાં આવી છે.
અજય દેવગનનો આ બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે. તેનું ક્ષેત્રફળ લગભગ ૭,૮૦૨ ચોરસ ફૂટ બતાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, બંગલાની અંદર અનેક પ્રકારના ફેરફારો કરવામાં આવી રહ્યા હતા. તેમાં અંદરના હિસ્સામાં ફેરફાર, પાર્ટીશન વોલ એટલે કે વિભાજન માટે દીવાલો ઊભી કરવી, બારીઓમાં ફેરફાર અને અન્ય નિર્માણ કાર્યો સામેલ છે. બીએમસીનું કહેવું છે કે, આ કામો માટે જરૂરી નગરપાલિકાની મંજૂરી લેવામાં આવી નહોતી.
રિપોર્ટ મુજબ, BMC એ ૧૦ સપ્ટેમ્બરે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૩૫૪છ હેઠળ ઔપચારિક નોટિસ જારી કરી હતી. જેમાં નિર્માણ કાર્ય તુરંત રોકવા અને જરૂરી દસ્તાવેજાે રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જાેકે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો આક્ષેપ છે કે, નોટિસ જારી થયા પછી પણ કામ બંધ થયું નહીં. ત્યારબાદ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને કથિત રીતે અનધિકૃત તરીકે બનાવેલા હિસ્સાઓને હટાવવાની કાર્યવાહી કરી હતી. ૧૭ ઓક્ટોબરે અધિકારીઓ હથોડાની મદદથી નિર્માણના કેટલાક હિસ્સા તોડતા નજરે પડ્યા હતા. અજય દેવગન આ પહેલાં વિમલ ઇલાયચીની જાહેરાતને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આ જાહેરાતના સંબંધમાં અજય દેવગન સાથે શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને પણ કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી.
ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને વાર્તા, સસ્પેન્સ અને કલાકારોના અભિનય માટે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મે દુનિયાભરમાં ૫૨૦ કરોડ રૂપિયાથી વધુના કલેક્શનનો આંકડો પાર કર્યો છે. એવામાં બંગલા પર બીએમસીની કાર્યવાહી એક્ટર માટે એક નવી ચર્ચાનો વિષય બની ગઈ છે.




