
અક્ષયની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાના આરે અજય દેવગણ અને અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર ટકરાશે અજયની રેન્જર તથા અક્ષયની અનટાઈટલ્ડ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં એક જ તારીખે રજૂ થશે
આગામી ડિસેમ્બરમાં અક્ષય કુમાર અને અજય દેવગણ બોક્સ ઓફિસ પર ટકરાય તેવી સંભાવના છે. અજય દેવગણની ‘રેન્જર’ ફિલ્મ તા. ચોથી ડિસેમ્બરે રીલિઝ થવાની છે. હવે અક્ષય કુમારની નવી ફિલ્મ પણ આ જ દિવસે રીલિઝ કરવાનું નક્કી કરાયું છે. અનીસ બાઝમીએ બનાવેલી આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી પરંતુ તેનું શૂટિંગ પૂર્ણતાને આરે છે. બહુ વહેલી તકે આ ફિલ્મનુ શીષક અને અને અન્ય બાબતો સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષય સાથે વિદ્યા બાલન અને રાશિ ખન્ના પણ છે. અક્ષય કુમાર લાંબા સમય બાદ અનીસ બાઝમીનાં દિગ્દર્શન હેઠળ કામ કરી રહ્યો છે. આ જ રીતે તે અને વિદ્યા બાલન પણ લાંબા સમય પછી સ્ક્રીન શેર કરવાનાં છે. ફિલ્મનું એક શૂટિંગ શિડયુલ તાજેતરમાં કેરલમાં પૂર્ણ થયું હતું. અક્ષય કુમારે આ શૂટિંગની તસવીરો શેર કરી હતી.





