
ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ વરુણ ધવનની નવી ફિલ્મ પર નકલ કરી હોવાનો લાગ્યો આરોપ ફિલ્મ ‘બોર્ડર ૨’માં ગંભીર ભૂમિકા ભજવ્યા બાદ વરુણ ફરી રોમેન્ટિક-કોમેડી અવતારમાં દેખાશે વરુણ ધવન અને ડેવિડ ધવનની જાેડી ફરી એકવાર મોટા પડદે પરત ફરી રહી છે, પરંતુ તેમની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ નો ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ‘બોર્ડર ૨’માં ગંભીર ભૂમિકા ભજવ્યા બાદ વરુણ ફરી રોમેન્ટિક-કોમેડી અવતારમાં દેખાશે, પણ ફેન્સને આ ખાસ કંઈ પસંદ આવ્યું હોય એવું લાગતું નથી. સોશિયલ મીડિયા પર વરુણ અને ડેવિડ ધવનને જબરદસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.ડેવિડ ધવનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર પણ લીડ રોલમાં જાેવા મળશે.
૧૪મી એપ્રિલે ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને નેટીઝન્સ ૩૦ વર્ષ જૂનો કોન્સેપ્ટ ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જ્યારે આપણે ‘રામાયણ’ અને ‘કલ્કિ ૨’ જેવી ફિલ્મોની રાહ જાેઈ રહ્યા છીએ, ત્યારે ડેવિડ ધવન વર્ષાે જૂનો કંટાળાજનક કોન્સેપ્ટ લઈને આવ્યા છે.ફિલ્મનો ફર્સ્ટ લૂક રીલિઝ થતાં જ ફેન્સ સોશિયલ મીડિયા પર જાત-જાતની ટિપ્પણી કરી રહ્યા છે. એટલું જ નહીં ફિલ્મરસિયાઓ તો આ ફિલ્મને જાણીતા બોલીવૂડ એક્ટર ગોવિંદાની જૂની ફિલ્મ ‘સેન્ડવિચ‘ ની નકલ ગણાવી રહ્યા છે. કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે આના કરતા તો ફિલ્મ ‘જુડવા ૨’ વધારે સારી હતી.વરુણ ધવનની સાથે સાથે ડેવિડ ધવન આ ફિલ્મને લઈને નેટિઝન્સના નિશાના પર આવી ગયા છે. નેટિઝન્સ ડેવિડ ધવનને ટ્રોલ કરતા લખી રહ્યા છે કે તમે એક પિતા તરીકે દીકરા વરુણ ધવનનું કરિયર સુધારવાને બદલે બગાડી રહ્યા છે. જ્યારે એક યુઝરે લખ્યું હતું કે ડેવિડ ધવન પરફેક્ટ એક્ઝામ્પલ છે કે હંમેશા નેપોટિઝમ સારું નથી હોતું. વાત કરીએ ફિલ્મની રીલિઝ ડેટ વિશે તો ૨૨મી એપ્રિલના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.





