
દીપિકા પ્રેગનન્સી દરમિયાન એક્શન સીન પણ શૂટ કરશે દીપિકાએ પ્રેગનન્સી જાહેર કરતાં ‘રાકા’માંથી સ્ક્રીન ટાઇમ કપાયો? દીપિકા છેલ્લે સિંઘમ અગેઇનમાં જાેવા મળી હતી. પાછળથી એ વખતે પણ તેના એક્શન સીનના શૂટ વખતે દીપિકા પ્રેગનન્ટ હોવાના અહેવાલો આવ્યા હતા અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની અટલી સાથેની સાઇફાઇ ફિલ્મ રાકા શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. તાજેતરમાં ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થયો, જેને લઈને ઉત્સાહ વધી ગયો હતો. બીજી તરફ તાજેતરમાં જ દીપિકાએ બીજી પ્રેગનન્સની જાહેરાત કરી છે. જાેકે, હવે એવી ચર્ચા છે કે ફિલ્મમાંથી દીપિકા પાદુકોણનો સ્ક્રીન ટાઇમ ઓછો કરવામાં આવ્યો છે.આ દાવાઓને નકારી કાઢતા, રાકાની ટીમે સ્પષ્ટતા કરી છે કે બધું આયોજન મુજબ ચાલી રહ્યું છે અને દીપિકા ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ટીમે આ અફવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી છે.ફિલ્મની ટીમે જણાવ્યું, “બધું આયોજન મુજબ ચાલી રહ્યું છે. દીપિકા પાદુકોણ ‘રાકા’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને શૂટિંગ ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે.”તાજેતરના અહેવાલો મુજબ, દીપિકા પોતાની બીજી પ્રેગનન્સી છતાં કામ ધીમું કરવાની મૂડમાં નથી. તેણે તાજેતરમાં એક બ્રાન્ડ કેમ્પેઇનનું શૂટિંગ પણ કર્યું છે. ઉપરાંત, એવી માહિતી છે કે તે ફિલ્મ માટે તમામ જરૂરી સાવચેતી સાથે એક્શન સીન પણ શૂટ કરશે.
ફિલ્મ રાકાનું ડિરેક્શન અટલી દ્વારા કરવામાં આવી રહ્યું છે, હાલમાં આયોજન મુજબ શૂટ થઈ રહી છે. પ્રોડક્શન ટીમ સમયસર કામ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.દીપિકા છેલ્લે સિંઘમ અગેઇનમાં જાેવા મળી હતી. પાછળથી એ વખતે પણ તેના એક્શન સીનના શૂટ વખતે દીપિકા પ્રેગનન્ટ હોવાના અહેવાલો આવ્યા હતા. તેના આવનારા પ્રોજેક્ટ્સમાં રાકા સિવાય સિદ્ધાર્થ આનંદની ફિલ્મ કિંગ પણ છે, જેમાં તે શાહરુખ ખાન સાથે નજર આવશે. આ ફિલ્મમાં સુહાના ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દીપિકા મહત્વપૂર્ણ રોલમાં જાેવા મળશે.દીપિકાની બીજી પ્રેગનન્સીની જાહેરાત પછી એવી ચર્ચા હતી કે તેને ફિલ્મમાંથી બદલી શકાય અથવા તેનો રોલ ઘટાડવામાં આવી શકે. પરંતુ હવે નિર્માતાઓએ સ્પષ્ટતા કરી છે કે આ બધું ખોટું છે.આ પહેલી વાર નથી કે દીપિકા ગર્ભાવસ્થા દરમિયાન કામ કરી રહી છે. ૨૦૨૪માં પોતાની પહેલી ગર્ભાવસ્થા દરમિયાન પણ તેણે કલ્કી ૨૮૯૮ એડી માટે શૂટિંગ કર્યું હતું અને પ્રમોશન ઇવેન્ટ્સમાં પણ ભાગ લીધો હતો.ફિલ્મ રાકામાં દીપિકા અને અટલી સાથે આ બીજી વખત કામ કરી રહી છે. અગાઉ, નિર્માતાઓએ એક લોંચ વિડિયો દ્વારા દીપિકાનું સ્વાગત કર્યું હતું, જેમાં તેની તૈયારીની ઝલક જાેવા મળી હતી. તેમણે લખ્યું હતું, “રાણી જીતવા માટે કૂચ કરશે.”





