
ધુરંધર-૨ને પડશે ફટકો! મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે FA9LA સિંગર ફ્લિપરાચીનો શૉ ભારતમાં કેન્સલ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાની વિલન તરીકેની એન્ટ્રી સમયે બેકગ્રાઉન્ડમાં વાગતા FA9LA ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
બહેરીની રેપર ફ્લિપરાચી, જેણે ૨૦૨૫ની ફિલ્મ ‘ધુરંધર’ના ગીત હ્લટ્ઠ૯ઙ્મટ્ઠ દ્વારા ભારતમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે, તેણે તેના આગામી તમામ ભારતીય પર્ફાેર્મન્સ રદ કર્યા છે. ફ્લિપરાચી આગામી ૧૪-૧૫ માર્ચના રોજ બેંગલુરુમાં UN40 મ્યુઝિક એન્ડ બિયોન્ડ’ ફેસ્ટિવલમાં અને ૧૩ માર્ચે મુંબઈમાં એક ખાસ કાર્યક્રમમાં પરફોર્મ કરવાનો હતો. જાેકે, હાલમાં મિડલ ઈસ્ટ અને ખાસ કરીને બહેરીનમાં પ્રવર્તી રહેલી અસ્થિર પરિસ્થિતિને કારણે તેને મુસાફરી કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેના લીધે ભારતીય ચાહકોએ તેને લાઈવ જાેવા માટે હજુ વધુ રાહ જાેવી પડશે.આયોજકોના નિવેદન મુજબ, ‘મિડલ ઈસ્ટ અને બહેરીનની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લિપરાચી આ સપ્તાહના અંતે UN40 માં પરફોર્મ કરી શકશે નહીં. સંજાેગોના કારણે તેના માટે અત્યારે પ્રવાસ કરવો મુશ્કેલ છે.’ આ ઉપરાંત, મુંબઈના ફીનિક્સ માર્કેટ સિટીમાં તેનો શૉ કેન્સલ કરવામાં આવ્યો છે, જાેકે આ અંગે સિંગર દ્વારા કોઈ અલગ નિવેદન આપવામાં આવ્યું નથી.ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાની વિલન તરીકેની એન્ટ્રી સમયે બેકગ્રાઉન્ડમાં વાગતા FA9LA ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ફ્લિપરાચીએ અગાઉ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભારતીયો તરફથી મળી રહેલો પ્રતિસાદ અભૂતપૂર્વ છે અને જાે ભારત તમારી કળાને સ્વીકારે તો તમે ખરેખર સફળ છો. અત્યારે સ્થિતિ ભલે પ્રતિકૂળ હોય, પરંતુ તેના વાઇરલ ગીતને કારણે ભારતીય સંગીત જગતમાં તેની ભારે માંગ જાેવા મળી રહી છે.




