
જેક્લિનને પ્રશંસકો સાથે તસવીર પડાવતાં અટકાવી.જેકિલનના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ.જેક્લિને તેના બોડીગાર્ડને અટકાવવા માટે પ્રયાસ પણ કર્યાે હતો અને તેણે પ્રસંશકો સાથે વાત કરી સેલ્ફી લેવાનું પણ પસંદ કર્યું.રવિવારે મુંબઇમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જેક્લિન ફનાર્ન્ડિઝે તેના પ્રશંસકો સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યાે ત્યારે તેના બોડીગાર્ડે તેનું કાંડુ પકડી તેને જબરદસ્તીથી મંચ ભણી ધકેલી દીધી હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં જેક્લિનના ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બોડીગાર્ડના પગલાં સામે ઘણાં નેટીઝન્સે નાખુશી વ્યક્ત કરી હતી. જેક્લિને તેના બોડીગાર્ડને અટકાવવા માટે પ્રયાસ પણ કર્યાે હતો અને તેણે પ્રસંશકો સાથે વાત કરી સેલ્ફી લેવાનું પણ પસંદ કર્યું હતું. પણ બોડીગાર્ડે જક્લિનને કાંડુ પકડી મંચ ભણી દોરી ગયો હતો. સોશ્યલ મિડિયા પર ઘણાં લોકોએ જેક્લિનના બોડીગાર્ડના વર્તનની ટીકા કરી હતી. એક પ્રશસકે જણાવ્યું હતું કે આ ખરાબ માણસ છે. તે તેનો આદર કરતો નથી. બીજા એક ચાહકે બિના ટચ કિયે દૂર સે પ્રોટેક્ટ કરવાની પણ સલાહ આપી હતી. અમુક જણે બોડીગાર્ડના પગલાંનો બચાવ કરતાં જણાવ્યું હતું કે તેમને અગાઉથી જણાવી દેવામાં આવે છે કે સ્ટાર ચાહકો સાથે ગમે એટલા ળેન્ડલી બને પણ તમારું કામ સ્ટારને કોઇ અડે નહીં તે જાેવાનું છે. આ તેમના કામનો હિસ્સો છે.





