હાથ પર દાઝી ગયાના નિશાન દેખાયા ૫ રાઉન્ડ ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફની પ્રથમ તસવીર સામે આવી ફાયરિંગની ઘટનામાં ટાઈગરના ડ્રાઈવર ફિરદૌસ અને એક ઓટોચાલક પણ ઇજાગ્રસ્ત થયા હતા મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર અજાણ્યા હુમલાખોરો દ્વારા ભીષણ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અભિનેતાની વૈભવી કાર પર કુલ ૫ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટાઈગર શ્રોફના જમણા હાથ ગનપાઉડનરથી દાઝવાના નિશાન સામે આવ્યા છે, જાે કે સદભાગ્યે તેને સીધી ગોળી વાગી નથી. આ ફાયરિંગની ઘટનામાં ટાઈગરના ડ્રાઈવર ફિરદૌસ અને એક ઓટોચાલક ઇજાગ્રસ્ત થયા છે.પ્રત્યક્ષદર્શીઓ અને વાયરલ વીડિયોના આધારે મળેલી માહિતી મુજબ, ફાયરિંગ સમયે ટાઈગર શ્રોફ ડ્રાઈવરની બાજુની આગળની સીટ પર બેઠા હતા. ડ્રાઈવરને ઈજા થતાં ટાઈગરે પોતે ગાડીનું સ્ટિયરિંગ સંભાળ્યું હતું અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. આ હુમલામાં ટાઈગરના ડ્રાઈવર અને એક ઓટોચાલકને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ કેસમાં પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં પણ લીધો છે.ઘટનાની ગંભીરતા જાેતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મોડી રાત્રે ટાઈગર શ્રોફના ઘરે પહોંચ્યા હતા અને તેમની તથા તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અભિનેતા સાથેની મુલાકાત બાદ શિંદેએ મીડિયાને જણાવ્યું કે ટાઈગરના જમણા હાથ પર ગનપાઉડરથી દાઝી જવાના નિશાન છે. અભિનેતા અને તેમનો પરિવાર આ ઘટનાથી ચિંતિત છે, કારણ કે તેમની કોઈની સાથે કોઈ દુશ્મનાવટ કે વિવાદ નથી.એકનાથ શિંદેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, મુંબઈમાં ૧૯૯૦ના દાયકાના ગેંગવોરને ફરીથી પાછું નહીં આવવા દઈએ. મુંબઈમાં કોઈને પણ ડરાવવા, ધમકાવવા કે ગુંડાગીરી કરવાની છૂટ આપવામાં આવશે નહીં અને દોષિતોને કોઈપણ ભોગે બક્ષવામાં નહીં આવે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પોલીસ કમિશનર દેવેન ભારતી સાથે વાતચીત કરીને તપાસ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે.




