પ્રિયદર્શને હૈવાનમાં સર્જી ડાર્ક અને રહસ્યમય દુનિયા અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની થ્રિલર ફિલ્મ ‘હૈવાન’નો ફર્સ્ટ લૂક રિલીઝ બંનેની જાેડી અગાઉ પણ દર્શકોને પસંદ આવી ચૂકી છે અને હવે પ્રિયદર્શનના દિગ્દર્શનમાં બંનેને ફરી સાથે જાેવા માટે ચાહકો આતુર છે વર્ષ ૨૦૨૬ની અક્ષય કુમાર અને પ્રિયદર્શનની બીજી ફિલ્મ થ્રિલર ફિલ્મોમાંની એક ‘હૈવાન’નો ફર્સ્ટ લૂક આખરે જાહેર કરવામાં આવ્યો છે. પ્રિયદર્શનની આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ જાહેર કરેલા ફર્સ્ટ લૂક પોસ્ટર્સમાં રહસ્ય, માનસિક તણાવ અને ડાર્ક થ્રિલરની ઝલક જાેવા મળે છે. કેવીએન પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનો પ્રથમ લૂક જ દર્શાવે છે કે ‘હૈવાન’ દર્શકોને એક સસ્પેન્સથી ભરપૂર અને રોમાંચક સિનેમેટિક અનુભવ કરાવશે. ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ઉપરાંત બોમન ઈરાની, સૈયામી ખેર અને શ્રિયા પિલગાંવકર પણ મહત્વના રોલમાં જાેવા મળશે. મજબુત સ્ટારકાસ્ટને કારણે ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે.‘હૈવાન’ દ્વારા અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એકવાર મોટા પડદા પર સાથે જાેવા મળશે. બંનેની જાેડી અગાઉ પણ દર્શકોને પસંદ આવી ચૂકી છે અને હવે પ્રિયદર્શનના દિગ્દર્શનમાં બંનેને ફરી સાથે જાેવા માટે ચાહકો આતુર છે. આ લૂક શેર કરતા પહેલા અક્ષયે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે “બહુત હસા લિયા. અબ કલ સે હૈવાનિયત શુરુ.” પછી અક્ષય અને સૈફના ડાર્ક લૂકના પોસ્ટર શેર કર્યા છે. વેંકટ કે. નારાયણ અને શૈલજા દેસાઈ ફેન દ્વારા નિર્મિત આ ફિલ્મ પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ તૈયાર થઈ રહી છે. નિર્માતાઓએ ફિલ્મને ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વર્લ્ડવાઇડ રિલીઝ કરવાની જાહેરાત કરી છે.





