
કરણ જાેહરે ભાવુક પોસ્ટ કરી.હોમબાઉન્ડ ઓસ્કાર ૨૦૨૬માં બેસ્ટ ઇન્ટ. ફીચર ફિલ્મ કેટગરીમાં શોર્ટ લિસ્ટ.આ વર્ષે વિશ્વભરમાંથી આ કેટેગરી માટે ૮૬ ફિલ્મો આવી હતી, જેમાંથી માત્ર ૧૫ ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.૯૮મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ ‘હોમબાઉન્ડ’એ મોટી સફળતા હાંસલ કરી છે. કરણ જાેહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ‘ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ સિદ્ધિથી કરણ જાેહર અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ ખાસ ક્ષણને સેલિબ્રેટ કરી રહ્યા છે.૧૬ ડિસેમ્બરના રોજ એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે વિશ્વભરમાંથી આ કેટેગરી માટે ૮૬ ફિલ્મો આવી હતી, જેમાંથી માત્ર ૧૫ ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, જેમાં ભારતની ‘હોમબાઉન્ડ’ને સ્થાન મળ્યું છે.
હવે આ ફિલ્મની ટક્કર આર્જેન્ટિનાની ‘બેલેન’, બ્રાઝિલની ‘ધ સિક્રેટ એજન્ટ’, ળાન્સની ‘ઈટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ’, જર્મનીની ‘સાઉન્ડ ઓફ ફોલિંગ’ અને જાપાનની ‘કોકુહો’ જેવી મજબૂત ફિલ્મો સાથે થશે.ફિલ્મની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કરણ જાેહરે લખ્યું કે, ‘હું અત્યારે કેટલો ગર્વ અનુભવી રહ્યો છું તે શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મેં હોમબાઉન્ડની આખી સફર જાેઈ છે. ધર્મા પ્રોડક્શનની ફિલ્મોની યાદીમાં આ ફિલ્મનું હોવું અમારા માટે ગર્વની વાત છે. આ સપનું પૂરું કરવા માટે દિગ્દર્શક નીરજ ઘેવાનનો આભાર. કાનથી ઓસ્કર સુધીની આ સફર અદભૂત રહી છે.’નીરજ ઘેવાનના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘હોમબાઉન્ડ’માં ઈશાન ખટ્ટર, વિશાલ જેઠલ અને જ્હાન્વી કપૂર મુખ્ય ભૂમિકામાં છે, જે બે બાળપણના મિત્રોની હૃદયસ્પર્શી સ્ટોરી રજૂ કરે છે. ફિલ્મની વાર્તા ચંદન કુમાર(વિશાલ જેઠલ) અને મોહમ્મદ શોએબ(ઈશાન ખટ્ટર)ના જીવન પર આધારિત છે, જેઓ અનુક્રમે દલિત અને મુસ્લિમ સમુદાયમાંથી આવે છે અને નાનપણથી જ ગરીબી તેમજ સામાજિક ભેદભાવના કડવા અનુભવોમાંથી પસાર થયા છે. એક ઉજ્જવળ ભવિષ્યની શોધમાં બંને મિત્રો સાથે મળીને પોલીસ સેવામાં જાેડાવાનું સપનું સેવે છે, પરંતુ વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે તેઓ પોતાના આ લક્ષ્યની એકદમ નજીક પહોંચે છે અને સંજાેગોવશાત તેમની વર્ષાે જૂની અતૂટ મિત્રતામાં તિરાડ પડવા લાગે છે. આ ફિલ્મ અગાઉ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રશંસા મેળવી ચૂકી છે. હવે સૌની નજર ઓસ્કરના ફાઈનલ નોમિનેશન પર ટકેલી છે.




