
૧૨ માર્ચે મુંબઈમાં મિત્રો અને કલીગ્ઝ માટે રીસેપ્શન પાર્ટી રાખશે.કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ૧૧ માર્ચે સિવિલ મેરેજ કરશે.સાંજના કાર્યક્રમમાં વૈભવી પણ અતિશયોક્તિ વગરનું નજીકના લોકો વચ્ચેનું આયોજન રહેશે, જેના અંતે એક ભવ્ય બોલીવૂડ-સ્ટાઇલ સેલિબ્રેશન થશે.ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ કૃતિકા કામરા અને ટેલિવિઝન પ્રેઝેન્ટર તથા ક્રિકેટ કોમેન્ટેટર ગૌરવ કપૂર પોતાના જીવનના નવા પ્રકરણની શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યાં છે. બંને ૧૧ માર્ચે મુંબઈમાં ગૌરવના ઘરે એક પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઇન્ટિમેટ સાઇનિંગ સેરેમની દ્વારા સિવિલ મેરેજ કરીને પોતાના સંબંધને સત્તાવાર બનાવશે.
આ પ્રસંગે નજીકના પરિવારજનોની હાજરીમાં બંને પ્રતિજ્ઞા લેશે, ત્યારબાદ નજીકના પરિવાર અને ખાસ મિત્રો સાથે એક નાની ઉજવણી કરશે.ત્યાર બાદ બંને ૧૨ માર્ચે જ્યારે કૃતિકા અને ગૌરવ તેમની વ્યક્તિગત પસંદને દર્શાવતા અને ખાસ આયોજન સાથેના રીસેપ્શનનું આયોજન કરશે. જેમાં ભવ્યતા કરતાં સુંદરતા, સાદગી અને આજના સમયનો અંદાજ મહત્વનો હશે. પરંપરાગત ભવ્ય લગ્ન સમારંભથી અલગ, બંનેએ વધુ વ્યક્તિગત અને અર્થસભર અભિગમ અપનાવ્યો છે.સાંજના કાર્યક્રમમાં વૈભવી પણ અતિશયોક્તિ વગરનું નજીકના લોકો વચ્ચેનું આયોજન રહેશે, જેના અંતે એક ભવ્ય બોલીવૂડ-સ્ટાઇલ સેલિબ્રેશન થશે. આ ઉજવણીમાં તેમનાં પરિવારજનો, નજીકના મિત્રો તેમજ ક્રિકેટ અને ફિલ્મ જગતના સહકર્મીઓ હાજરી આપશે. તેમનાં નજીકનાં એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “કૃતિકા અને ગૌરવ ઇચ્છતા હતા કે તેમનો લગ્ન સમારંભ ભવ્યતાથી વધુ સચ્ચાઈ અને વ્યક્તિગત સ્પર્શ ધરાવતો હોય. તેઓ પરંપરાનું માન રાખે છે, પરંતુ સાથે જ ઇચ્છતાં હતાં કે ઉજવણી તેમની ઓળખ દર્શાવે એવી હોવી જાેઈએ – ઉષ્માભરી, મૂલ્યો ધરાવતી, સૌમ્ય અને સાચા અર્થમાં નજીકના લોકો વચ્ચે યોજાયેલી.”




