
કુબ્રાએ ઇન્ટરવ્યુમાં પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારની યાત્રા વિશે વાત કરી કુબ્રા સૈટે ADHD ને પોતાનું “સુપરપાવર” ગણાવ્યું
પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણા લોકોને સ્પર્ષી ગઈ છે, અને માનસિક સ્વાસ્થ્ય તથા ન્યુરોડાયવર્સિટી વિશે ચર્ચા શરૂ થઈ છે
કુબ્રા સૈટે અટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર સાથેના પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરી છે અને આ મનોવૈજ્ઞાનિક સ્થિતિને મર્યાદા તરીકે નહીં પરંતુ પોતાની વ્યક્તિગત ઓળખનો મજબુત ભાગ ગણાવ્યો છે.
તાજેતરમાં એક સોશિયલ મીડિયા વિડિયોમાં અભિનેત્રીએ વર્ષાે સુધીની થેરાપી અને સ્વ-જાગૃતિ દ્વારા પોતાના મનને સમજવાની સફર વિશે વાત કરી હતી.આ વીડિયો શેર કરતાં તેણે લખ્યું, “ગુડ મોર્નિંગ હ્યુમન્સપ હું ચોક્કસપણે એક સંપૂર્ણ કાર્યરત ADHD બ્રેઇન ધરાવું છું. આ વિષય પર બોલવા માટે સમય લાગ્યો, પણ આજે એવું કહેવાની ઇચ્છા થઈ, કે શાબ્બાશ.” તેણે ઉમેર્યું કે થેરાપીએ તેને ઘણી સ્પષ્ટતા આપી અને “મને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને મારા અંદરના અવાજની ખાસિયત સમજવામાં મદદ કરી.”કુબ્રાએ એમ પણ કહ્યું કે સમય સાથે તેની દ્રષ્ટિમાં મોટો ફરક આવ્યો છે. કુબ્રાએ કહ્યું, “હું હવે પહેલાં કરતાં વધુ આત્મવિશ્વાસ પૂર્વક અને ખુશીથી જીવવા તૈયાર છું.” તેણે સ્વીકાર્યું કે હવે તે પોતાની અંદરની પ્રકૃતિ સામે લડતી નથી, પરંતુ તેની સાથે કામ લેવાનું શીખી ગઈ છે અને તે તેને અવ્યવસ્થામાંથી પોતાનો રસ્તો શોધતા આવડી ગયું છે.તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણા લોકોને સ્પર્ષી ગઈ છે, અને માનસિક સ્વાસ્થ્ય તથા ન્યુરોડાયવર્સિટી વિશે ચર્ચા શરૂ થઈ છે. ખુલીને વાત કરીને, કુબ્રા સૈટ હવે એવા સેલેબ્ઝની યાદીમાં જાેડાઈ છે જે આ મુદ્દાઓને સામાન્ય બનાવવા અને લોકોને સમજ તથા સહાય મેળવવા પ્રોત્સાહિત કરે છે.ફિલ્મો અને ડિજિટલ પ્રોજેક્ટ્સમાં વિવિધ ભૂમિકાઓ માટે જાણીતી કુબ્રાએ આ ખુલાસાથી પોતાની ઇમેજમાં વધુ વ્યક્તિગત પરિમાણ ઉમેર્યું છે. તેના આ વીડિયો દ્વારા તે સમાજાવવા માગે છે કે, ADHD જેવી પરિસ્થિતિઓ માત્ર પડકાર નથી, પરંતુ યોગ્ય રીતે સ્વીકારવામાં આવે તો તે સર્જનાત્મકતા અને વ્યક્તિક્વ ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.





