
દિવ્યેન્દુએ સિક્વલ અંગે સકારાત્મક અપડેટ આપતા કહ્ય.કુનાલ ખેમુ ‘મડગાંવ એક્સપ્રેસ ૨’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.ફરી એક વાર અભિનેતા પ્રતીક ગાંધી, કુનાલ ખેમુ, અવિનાશ તિવારી અને દિવ્યેંદુ ધમાલ મચાવશે.મડગાંવ એક્સપ્રેસના ચાહકો માટે ખુશખબર છે. આ ફિલ્મ પણ ગોલમાલ અને વેલકમ કે હેરાફેરી જેવી કલ્ટ કોમેડી બની ગઈ છે. આ ફિલ્મના યાદગાર પાત્રમાંના એક દિવ્યેન્દુએ હવે કહ્યું છે કે ૨૦૨૪ની આ કોમેડી હિટની સિક્વલ હવે સત્તાવાર રીતે બની રહ્યી છે અને ડિરેક્ટર કુનાલ ખેમુ હાલમાં મડગાંવ એક્સપ્રેસ ૨ માટે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. મૂળ ફિલ્મ, જે કુનલ ખેમુની ડિરેક્ટર તરીકે ડેબ્યુ ફિલ્મ હતી, તેમાં દિવ્યેન્દુ, પ્રતિક ગાંધી અને અવિનાશ તિવારી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મનાં તેના અલગ પ્રકારના હાસ્ય, ઊર્જાસભર અભિનય અને નવીન વાર્તાકથન માટે વખાણ થયા હતા અને રિલીઝ પછી તે ઝડપથી ફેન્સમાં લોકપ્રિય થઈ ગઈ હતી. એક ઇન્ટરવ્યુમાં દિવ્યેન્દુએ સિક્વલ અંગે સકારાત્મક અપડેટ આપતા કહ્યું,“હા, બની રહી છે, ચોક્કસ બની રહી છે. કુનાલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. અમે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ.”દિવ્યેંદુએ પ્રથમ ફિલ્મને મળેલા મજબુત પ્રતિસાદનો પણ ઉલ્લેખ કર્યાે, તેણે કહ્યું,“મડગાંવ માટે જે પ્રતિસાદ મળ્યો તે એવો હતો કે, તેને એક પ્રકારનું કલ્ટ ફોલોવિંગ મળ્યું છે. હું ‘કલ્ટ’ શબ્દ વાપરવા માગતો નથી, કારણ કે ફિલ્મ હજી નવી છે. તેને વધુ સમય સાથે વધવાનું અને વધુ મજબૂત થવાનું બાકી છે. પરંતુ હા, લોકો આ ફિલ્મ માટે ખરેખર ખુબ ઉત્સાહિત છે.”આમ તો, સિક્વલ અંગેની ચર્ચા માર્ચ ૨૦૨૫માં જ શરૂ થઈ ગઈ હતી, કુનાલ ખેમુએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની પ્રથમ વર્ષગાંઠ ઉજવતા લખ્યું હતું કે તેણે “આગળની ફિલ્મ લખી લીધી છે”. જાેકે, ત્યારે તેણે કોઈ વિગતો જાહેર કરી નહોતી, પરંતુ હવે દિવ્યેન્દુના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. જાેકે સ્ટોરીની વિગતો હજી ગુપ્ત રાખવામાં આવી છે, પ્રથમ ફિલ્મના અંતે જ સિક્વલની સંભાવના દર્શાવવામાં આવી હતી. અંતિમ સીનમાં દિવ્યેન્દુનું પાત્ર ‘ડોડો’ લોટરી જીતી જાય છે અને તેના મિત્રોને લાસ વેગાસ જવાનું સુચન કરે છે, જે વધુ મોટી અને વધુ મસ્ત સિક્વલ માટેનો રસ્તો ખોલે છે.૨૦૨૪માં રિલીઝ થયેલી મડગાંવ એક્સપ્રેસ ત્રણ બાળપણના મિત્રો વિશે હતી, જેમની ગોવા ટ્રિપનું સપનું સંપૂર્ણ ગડબડ અને કૌભાંડોમાં ફેરવાઈ જાય છે. ફિલ્મ તેના કોમિક ટાઈમિંગ અને મુખ્ય ત્રણેય કલાકારો વચ્ચેની કેમિસ્ટ્રી માટે વખાણાઈ હતી. આ દરમિયાન, દિવ્યેન્દુ હવે મિર્જાપુર: ધ મૂવીમાં મુન્નાભૈયાનાં રોલમાં જાેવા મળશે, જે ૬ સપ્ટેમ્બર ૨૦૨૬એ રિલીઝ થવાની છે. તે નેટફ્લિક્સની આવનારી સિરીઝ ગ્લોરીમાં પણ કામ કરી રહ્યો છે, જે ૧ મે ૨૦૨૬એ રિલીઝ થશે.





