
‘ધુરંધર’ જાેઈને પરેશ રાવલે ખૂબ વખાણ કર્યા ‘પહેલીવાર કોઈ ફિલ્મ જાેઈને લાગ્યું કે તેમાં મને કાશ ભૂમિકા મળી હોત’ ‘ધુરંધર: ધ રિવેન્જ’ ભારતમાં સૌથી ઝડપથી ૧૦૦૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ ર્નિદેશક આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર અને તેની સિક્વલની જબરદસ્ત સફળતા વચ્ચે એક્ટર પરેશ રાવલનું એક નિવેદન ચર્ચામાં છે. પરશે રાવલે કહ્યું છે કે તેને આ ફ્રેન્ચાઇઝીનો ભાગ હોવું જાેઈતું હતું.પરેશ રાવલે તાજેતરમાં ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં ધુરંધર અને ધુરંધર: ધ રિવેન્જની ખૂબ પ્રશંસા કરી. તેણે જણાવ્યું કે તેણે ફિલ્મનો પહેલો ભાગ બે વાર જાેયો છે, જ્યારે બીજાે ભાગ પણ જાેઈ ચૂક્યા છે અને ફરીથી જાેવાની ઈચ્છા છે.
તેના મતે, આ માત્ર એક ફિલ્મ નથી પરંતુ એક ગાથા છે, જેણે તેને ખૂબ પ્રભાવિત કર્યા.તેણે મજાકિયા અંદાજમાં ર્નિદેશક આદિત્ય ધરને એમ પણ કહ્યું કે જાે તક મળે તો તે ફિલ્મમાં એક રસપ્રદ પાત્ર ભજવવા માંગે છે. ફિલ્મમાં રણવીર સિંહ, આર માધવન અને અર્જુન રામપાલ જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકાઓમાં જાેવા મળ્યા છે. ખાસ કરીને આર માધવનના પાત્રને લઈને પણ ચર્ચા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલથી પ્રેરિત હોવાનું કહેવાય છે.પરેશ રાવલ અગાઉ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં આવા જ પાત્ર સાથે જાેડાયેલી ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં પરેશ રાવલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગોવિંદ ભારદ્વાજનું પાત્ર ભજવ્યું હતું, જે અજીત ડોભાલથી પ્રેરિત માનવામાં આવે છે.રાવલે બંને ફિલ્મોમાં આવા પાત્રોની અલગ-અલગ વ્યાખ્યાને રસપ્રદ ગણાવી અને કહ્યું કે દર્શકોને આ વિવિધતા પસંદ આવી છે. તેણે એમ પણ માન્યું કે ધુરંધરની વાર્તા, સ્કેલ અને પ્રસ્તુતિ તેને ખાસ બનાવે છે, જેના કારણે તે દર્શકોમાં મોટી હિટ સાબિત થઈ છે. ધુરંધર ફ્રેન્ચાઈઝી બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ પ્રદર્શન કરી રહી છે અને દેશ-વિદેશમાં તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.





