
પ્રીતિનો બિગ સ્ક્રીનનો વનવાસ પૂર્ણ ૮ વર્ષ પછી પ્રીતિ ઝિન્ટાની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે લાંબા સમયથી બિગ સ્ક્રીન પર ગાયબ રહેલી પ્રીતિ જાેકે આઈપીએલની સીઝન દરમિયાન તેની ટીમની મેચ વખતે ટીવી પર કાયમ હાજરી પુરાવે છે પ્રીતિ ઝિન્ટાની આઠ વર્ષ પછી એકસાથે બે ફિલ્મો નજીકનાં સમયગાળામાં રીલિઝ થવાની છે. તેની સની દેઓલ સાથેની ‘લાહોર ૧૯૪૭’ આગામી ઓગસ્ટમાં રીલિઝ થવાની છે. તે પછી હવે કુણાલ ખેમુનાં દિગ્દર્શન હેઠળની ‘વાઈબ’ ફિલ્મ આગામી ૧૮મી સપ્ટેમ્બરે રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મમાં કુણાલ ખેમુ એક્ટર તરીકે પણ દેખાશે. લાંબા સમયથી બિગ સ્ક્રીન પર ગાયબ રહેલી પ્રીતિ જાેકે આઈપીએલની સીઝન દરમિયાન તેની ટીમની મેચ વખતે ટીવી પર કાયમ હાજરી પુરાવે છે. પ્રીતિની ‘લાહોર ૧૯૪૭’ આમ તો લાંબા સમયથી તૈયાર છે. પરંતુ, નિર્માતા આમિર ખાન દ્વારા તેમાં છેલ્લી ઘડીએ કેટલાય સુધારા તથા ફેરફારો કરાતાં ફિલ્મની રીલિઝ લંબાઈ ગઈ હતી. તે પછી આમિરે ફિલ્મની રીલિઝ ડેટમાં પણ અનેક ફેરફારો કરાવ્યા હતા.





