
પ્રિયંકાએ ઐશ્વર્યા અને ઇરફાનનો આભાર માન્યો
ફિલ્મમાંથી કાઢીને કહેવાયું, ડિરેક્ટરે ભૂલથી કાસ્ટ કરી : પ્રિયંકા
પ્રિયંકા હવે પોતાની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’ની રિલીઝની રાહ જાેઈ રહી છે, જેનું ર્નિદેશન ફ્રેંક ઈ ફ્લાવર્સ દ્વારા કરવામાં આવ્યું છે
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એક ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં તેણે ખુલાસો કર્યાે કે કારકિર્દીની શરૂઆતમાં એક હિન્દી ફિલ્મમાંથી તેને કોન્ટ્રાક્ટ સાઇન કર્યા બાદ પણ કાઢી નાખવામાં આવી હતી. તેના એક સહ-અભિનેતાએ જણાવ્યું હતું કે ફિલ્મમાં તેની પસંદગી ડિરેક્ટરની “ભુલ” હતી.પ્રિયંકા ચોપરાએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં થયેલી ચર્ચા દરમિયાન આ ઘટના યાદ કરી. તેણે જણાવ્યું કે, ૨૦૦૭ની ફિલ્મ ‘સલામ-એ-ઇશ્ક’ના સેટ પર તેની આવનારી ફિલ્મના સહ-અભિનેતા મળવા આવ્યા હતા. પ્રિયંકાને લાગ્યું કે તેઓ સપોર્ટ કરવા માટે આવ્યા છે, કારણ કે તેમની સાથેની ફિલ્મનું શૂટિંગ પછીના મહિને શરૂ થવાનું હતું.પરંતુ તેમણે આવીને કહ્યું, “ડિરેક્ટરે તને આ ફિલ્મ ભૂલથી આપી છે. આ ફિલ્મ તો પહેલાંથી જ બીજી એક એક્ટ્રેસને જ મળવાની હતી. આપણે પછી કોઈ બીજી ફિલ્મ કરીશું.” ત્યારબાદ તેઓ ચાલ્યા ગયા. તે સમયે પ્રિયંકાની ઉંમર માત્ર ૨૨ વર્ષ હતી. તેણે આગળ કહ્યું,
“આ ફિલ્મ મારા માટે ખૂબ જ મહત્વની હતી અને પળવારમાં મારી પાસેથી છીનવાઈ ગઈ. મેં કોન્ટ્રાક્ટ કર્યાે હતો. તો આ વાતનો શું અર્થ થાય? પણ એ સમય એવો જ હતો.”૨૦૦૩માં ‘અંદાઝ’થી પ્રિયંકાએ ડેબ્યુ કર્યું હતું, જેમાં અક્ષય કુમાર અને લારા દત્તા પણ હતા. તે સમયગાળામાં રિતિક રોશન, અભિષેક બચ્ચન, કરીના કપૂર અને ઝાયેદ ખાન જેવા ફિલ્મી પરિવારોમાંથી આવેલા કલાકારો પણ ફિલ્મોમાં પ્રવેશી રહ્યા હતા. નેપોટિઝમ અંગે વાત કરતાં પ્રિયંકાએ જણાવ્યું, “તે સમયે મને નેપોટિઝમનો અર્થ ખબર નહોતો. દરેક માતા-પિતા પોતાના બાળકોને શ્રેષ્ઠ ભવિષ્ય આપવા માંગે છે — જે સ્વાભાવિક છે. પરંતુ પછી મને સમજાયું કે મારી માટે કોઈ ફિલ્મ બનાવતું નથી.”તેણે જણાવ્યું કે ઘણી વખત લીડ રોલ મળ્યા પછી અચાનક તેને સેકન્ડ લીડમાં બદલી દેવામાં આવ્યા. આ રાજકારણ સમજાતા તેણે પોતાની કારકિર્દી પર ફરી વિચાર કર્યાે, પણ અંતે પોતાની કળા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ર્નિણય લીધો — જે સફળ સાબિત થયો. હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સ દરમિયાન પ્રિયંકા ચોપરાએ ઐશ્વર્યા રાય, ઇરફાન ખાન અને મિન્ડી કેલિંગને હોલિવૂડનો રસ્તો બનાવવાનો શ્રેય આપ્યો હતો.તેણે કહ્યું, “હું માનું છું કે હું મારી પહેલાં આવેલાં અદભૂત કલાકારોના ખભા પર ઊભી છું. ઐશ્વર્યા રાય, ઇરફાન ખાન અને મિન્ડી કેલિંગે જે કર્યું તેના કારણે હું દરવાજાે થોડો વધુ ખોલી શકી.”પ્રિયંકા હવે પોતાની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’ની રિલીઝની રાહ જાેઈ રહી છે, જેનું ર્નિદેશન ળેંક ઈ ફ્લાવર્સ દ્વારા કરવામાં આવ્યું છે અને ૨૫ ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ થવાની છે. તે ઉપરાંત તે એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે જાેવા મળશે. આ ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ થવાની છે.




