
મેકર્સે એક્ટ્રેસને ૩૦માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘માયસા’નું નવું પોસ્ટર રિલીઝ કરાયું રવીન્દ્ર પુલ્લેના ડિરેક્શનમાં બની રહેલી આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં રશ્મિકા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના ૩૦મા જન્મદિવસના અવસરે, તેની આગામી ફિલ્મ ‘માયસા’ ના નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં રશ્મિકા ખૂબ જ શક્તિશાળી અને આક્રમક અવતારમાં જાેવા મળી રહી છે.
રવીન્દ્ર પુલ્લેના ડિરેક્શનમાં બની રહેલી આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં રશ્મિકા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.પોસ્ટરમાં જાેવા મળ્યો એક્ટ્રેસનો ખતરનાક અંદાજ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટર શેર કર્યું છે. આમાં રશ્મિકાનો ચહેરો ધૂળ અને લોહીથી લથપથ છે. તેની આંખોમાં ગુસ્સો અને ચહેરા પર એક અલગ પ્રકારની તાકાત દેખાઈ રહી છે.પોસ્ટર શેર કરતા મેકર્સે લખ્યું, ‘તેણે આકર્ષણથી રાજ કર્યું, શાલીનતાથી જીત મેળવી… હવે તે શુદ્ધ ગુસ્સા સાથે આવી રહી છે. ટીમ ‘માયસા’ તરફથી રશ્મિકાને જન્મદિવસની શુભકામનાઓ. તેમના સૌથી વિસ્ફોટક પર્ફાેર્મન્સ માટે તૈયાર થઈ જાઓ.’આદિવાસી વિસ્તારો પર આધારિત છે ફિલ્મની વાર્તા ‘માયસા’ વર્ષ ૨૦૨૬ની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. આ એક પાન ઇન્ડિયા ફિલ્મ છે, જેની વાર્તા આદિવાસી વિસ્તારો પર આધારિત છે. ફિલ્મમાં દર્શકોને ભરપૂર એક્શન અને ઊંડા ઇમોશન્સ જાેવા મળશે. ફિલ્મનું સંગીત જેક્સ બિજાેયે કમ્પોઝ કર્યું છે. મેકર્સનો દાવો છે કે આ રશ્મિકાના કરિયરની અત્યાર સુધીની સૌથી દમદાર પર્ફાેર્મન્સ બનવાની છે.ટીઝરમાં જાેવા મળી હતી રશ્મિકાના બચવાની કહાણી ફિલ્મના પહેલા રિલીઝ થયેલા ટીઝરમાં રશ્મિકાના પાત્રની ઊંડાણનો અંદાજ મળે છે.
ટીઝરમાં એક બેકગ્રાઉન્ડ વોઇસ છે, જેમાં તેની માતા કહે છે, ‘તેમણે કહ્યું કે મારી દીકરી મરી ગઈ છે. પરંતુ જમીન ડરથી ધ્રૂજી ઊઠી અને મારી દીકરીનું લોહી છુપાવી શકી નહીં.’‘હવાઓ થંભી ગઈ અને તેના શ્વાસ લઈ શકી નહીં. આખરે, મોતને પણ મોતનો સામનો કરવો પડ્યો અને તે મારી દીકરીને મારવામાં નિષ્ફળ રહી.’શાહિદ કપૂર-વિજય દેવરકોંડા સાથે જાેવા મળશે રશ્મિકા પાસે આવનારા સમયમાં ઘણા મોટા બોલિવૂડ અને સાઉથ પ્રોજેક્ટ્સ છે. તે હિન્દી ફિલ્મ ‘કોકટેલ ૨’માં શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે સ્ક્રીન શેર કરશે.આ ઉપરાંત, તે પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ ‘રણબાલી’માં તેના પતિ અને સાઉથસ્ટાર વિજય દેવરકોંડાની સામે કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે જયમ્માનો રોલ ભજવશે.





