
ફિલ્મ એક સસ્પેન્સથી ભરપૂર થ્રિલર હશે સૈફ અને ફરહાન ૨૫ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે ૨૦૦૧માં રિલીઝ થયેલી દિલ ચાહતા હૈને હિન્દી સિનેમામાં આધુનિક મિત્રતા અને સંબંધોની નવી વ્યાખ્યા આપનાર ફિલ્મ તરીકે માનવામાં આવે છે
હિન્દી સિનેમાની કલ્ટ ફિલ્મ દિલ ચાહતા હૈને ૨૫ વર્ષ પુરા થયા છે અને હવે ફરી એક વખત સૈફ અલી ખાન અને એક્ટર ડિરેક્ટર ફરહાન અખ્તર સાથે કામ કરવા જઈ રહ્યા હોવાના અહેવાલોએ ફિલ્મપ્રેમીઓમાં ઉત્સુકતા જગાવી છે. આ અંગેના અહેવાલો મુજબ, સૈફ અલી ખાન એક્સેલ એન્ટરટેઇન્મેન્ટની આગામી થ્રિલર ફિલ્મ કરવા તૈયાર થયો છે. ફિલ્મ ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાની પ્રોડ્યુસ કરશે. જાેકે, નિર્માતાઓ તરફથી હજુ સુધી આ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.એવા અહેવાલ છે કે હજુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી અને ફિલ્મ એક સસ્પેન્સથી ભરપૂર થ્રિલર હશે, જેમાં નૈતિકતા, આચારસંહિતા અને સમાજના જટિલ પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખવામાં આવશે. ફિલ્મમાં સૈફ અલી ખાન સામે લીડ એક્ટ્રેસ કોણ હશે તે અંગે હજુ ર્નિણય લેવાયો નથી. ઉપરાંત, ડિરેક્ટરની પસંદગી પણ બાકી હોવાનું કહેવાય છે. સુત્રોના જણાવ્યા મુજબ, સૈફ આ પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત છે અને ફરહાન અખ્તર સાથે ફરી કામ કરવાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બંને વચ્ચે વર્ષાેથી વ્યાવસાયિક તેમજ વ્યક્તિગત સારા સંબંધો રહ્યા છે.૨૦૦૧માં રિલીઝ થયેલી દિલ ચાહતા હૈને હિન્દી સિનેમામાં આધુનિક મિત્રતા અને સંબંધોની નવી વ્યાખ્યા આપનાર ફિલ્મ તરીકે માનવામાં આવે છે. ફિલ્મમાં સૈફ અલી ખાન, આમિર ખાન અને અક્ષય ખન્નાની ત્રિપુટીએ દર્શકોના દિલ જીતી લીધા હતા, જ્યારે ફરહાન અખ્તરે આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર તરીકે યાદગાર શરૂઆત કરી હતી.સૈફની આગામી ફિલ્મોની વાત કરીએ તો, સૈફ અલી ખાન તાજેતરમાં નેટફ્લિક્સની ફિલ્મ કર્તવ્યમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં જાેવા મળ્યો હતો. હવે તે ટૂંક સમયમાં પ્રિયદર્શનની ફિલ્મ હૈવાનમાં અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરશે. ઉપરાંત, તે રાહુલ ધોળકિયાની ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી પર આધારિત ફિલ્મમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે.જાે ફરહાન અખ્તર સાથેનો આ નવો પ્રોજેક્ટ સત્તાવાર રીતે જાહેર થાય, તો દિલ ચાહતા હૈ પછી લગભગ ૨૫ વર્ષ બાદ સૈફ અલી ખાન અને ફરહાન અખ્તરની આ જાેડી ફરી એકવાર મોટા પડદા પર જાેવા મળી શકે છે.





